બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vijay Rupani big statement about contesting gujarat elections 2022

BIG NEWS / ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા અંગે વિજય રૂપાણીનું સૂચક નિવેદન, કહ્યું '...તો હું ચૂંટણી લડીશ'

Dhruv

Last Updated: 02:26 PM, 27 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે સોમનાથ દાદાના દર્શને ગયેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ચૂંટણી લડવા અંગે મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

  • CM વિજય રૂપાણી પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શને
  • આગામી વિધાનસભા ચૂંટણીને લઇને આપ્યું મહત્વનું નિવેદન 
  • પાર્ટી જો ટિકિટ આપશે, તો ચૂંટણી લડીશ: વિજય રૂપાણી

આજ રોજ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ હોવાથી ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણી પરિવાર સાથે સોમનાથના પ્રવાસે ગયા હતા. જ્યાં તેઓએ સોમનાથ દાદાના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું. પરંતુ અહીં તેઓએ ચૂંટણીલક્ષી મોટું નિવેદન આપ્યું છે.

પાર્ટી જો ટિકિટ આપશે, તો ચૂંટણી લડીશ: વિજય રૂપાણી

વિજય રૂપાણી શ્રાવણ મહિનાના અંતિમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા એ દરમ્યાન તેઓએ ગુજરાતમાં ચૂંટણી લડવા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, 'પાર્ટી જો ટિકિટ આપશે, તો ચૂંટણી લડીશ.'

અમે કોઇ પદ માટે કામ નથી કરતા, ચૂંટણી લડવાનું કહે તો લડીએ અને ન કહે તો..: રૂપાણી

વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, 'અમે કોઇ પદ માટે કામ કરતા નથી. કોઇ ટિકિટો માટે કામ કરતા નથી. એક સ્વપ્ન છે કે ભારતમાતા શક્તિશાળી ભારતમાતા બને. પરમવૈભવના શિખર પર ભારત પહોંચે એ માટે એક સ્વપ્નથી કામ કરીએ છીએ. પાર્ટી જે કંઇ કામ સોંપે છે એ હંમેશા અમે કરતા આવ્યા છીએ. ચૂંટણી લડવાનું કહે તો લડીએ, ચૂંટણી ન લડવાનું કહે તો ચૂંટણી જીતવા માટે કામ કરીએ છીએ. આ અમારી એક પદ્ધતિ રહી છે.'

જૂના જોગીઓને રિપીટ કરવા અંગે વિજય રૂપાણીનું મહત્વનું નિવેદન

એ સિવાય ભાજપે તાજેતરમાં જે ખાતાકીય ફેરબદલી કરવામાં આવી હતી તેમજ ફરી જૂના જોગીઓને રિપીટ કરવા માટે ભાજપ વિચારી રહી છે એવી એક વાત ચાલી રહી છે જે અંગે વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, 'હજુ સુધી ભારતીય જનતા પાર્ટીએ કોઇ પોલીસી નક્કી નથી કરી. પરંતુ ભારતીય જનતા પાર્ટી વિકાસના આધાર પર પોતાની રીતે સ્વતંત્ર, કોઇના પણ દબાવમાં આવ્યા વગર અમે આગળ વઘીશું અને યોગ્ય નિર્ણયો અમારું નેતૃત્વ કરશે.'

ભાજપમાં કોઇ જ જૂથવાદ નથી: વિજય રૂપાણી

તદુપરાંત વિજય રૂપાણીએ ભાજપમાં જૂથવાદ અંગે નિવેદન આપતા કહ્યું કે, 'ભાજપમાં કોઇ જ જૂથવાદ નથી. આ બધી વાતો હવામાં છે. અમે સૌ કોઇ એક છીએ અને ભારતીય જનતા પાર્ટી આ બધી બાબતોથી ઉપર ઉઠીને કાર્યકર્તાઓ સાથે મળીને મે પહેલા કીધું એમ કે એક સ્વપ્ન સાથે આ ભારતમાતા શક્તિશાળી બને, નરેન્દ્રભાઇ જેવું જબરદસ્ત નેતૃત્વ, એમના માર્ગદર્શન નીચે ભાજપ આગળ વધશે. અમારે ત્યાં કોઇ જૂથવાદ નથી. કશો જ પ્રોબ્લેમ નથી. કોઇથી અમે ગભરાતા પણ નથી. અમે અમારી રીતે આગળ વધીશું.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ