બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Video Viral: man allegedly beat his son after he caught smoking hookah in the cafe

વાયરલ / VIDEO: ટ્યુશનની કહીને કેફેમાં બેઠો હતો દીકરો, બાપાએ ભીડની વચ્ચે લાત-મુક્કાથી માર્યો, ભાઈબંધોને પણ વાળ ખેંચી-ખેંચીને શબક શિખવાડ્યો

Vaidehi

Last Updated: 06:21 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ વીડિયો: પુત્ર માતાપિતાને કોચિંગ ક્લાસનું કહીને કેફેમાં હુક્કો પીતા ઝડપાયો. પિતાએ બધાની વચ્ચે ઢોર માર માર્યો.

  • પિતા-પુત્રનો એક વીડિયો વાયરલ
  • પુત્ર ખોટું બોલીને કેફેમાં મિત્રો સાથે બેઠો પકડાયો
  • પિતાએ બધાની સામે ઢોર માર માર્યો

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ કેફેમાં બેઠેલા પોતાના પુત્રને બધાની સામે ઢોર મારી રહ્યાં છે. માહિતી અનુસાર પુત્ર માતા-પિતાને કોચિંગ ક્લાસ જવાનું કહીને પોતાના મિત્રો સાથે કેફેમાં બેઠેલો પકડાયો હતો. તે સમયે પિતા રૂફટોપ કેફેમાં પહોંચી ગયાં અને પુત્રને બધાની સામે ઢોર માર મારવા લાગ્યાં હતાં.

વાયરલ થઈ ક્લિપ
આ વાયરલ ક્લિપમાં વ્યક્તિ ગ્રુપમાં બેઠેલા પોતાના પુત્ર પર રોષભર્યા અવાજે કહે છે, 'તે મને શું કહ્યું હતું..શું બોલીને ગયો હતો..'. વ્યક્તિ ગ્રુપનાં સૌથી મોટા વ્યક્તિની પૂછા કરે છે અને ગ્રુપમાં હાજર અન્ય લોકોને પણ શિસ્તનું પાલન કરવા માટે કહે છે. બુર્ખામાં દેખાઈ રહેલી મહિલા પણ હુક્કો પીવા બદલ છોકરાઓને વઢતી દેખાય છે.

લોકોએ કરી કમેન્ટ્સ
વીડિયો વાયરલ થયાં બાદ લોકો ભિન્ન-ભિન્ન પ્રકારની કમેન્ટ કરવા લાગ્યાં હતાં.એક યૂઝરે લખ્યું કે આજકાલનાં માતા-પિતા બાળકોને કંઈક વધારે જ છૂટ આપે છે તેમણે સ્ટ્રીક્ટ રહેવું જોઈએ. તો અન્ય એક યૂઝરે લખ્યું કે  આશા રાખું છું કે આવું ક્યારેય કોઈની સાથે ન બને.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ