બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / video tourists playing on their lives to captured snow storm in their camera

ગજબ / બરફનું તોફાન! જીવનાં જોખમે ટૂરિસ્ટે બનાવ્યો એવો VIDEO, કે જોઈને રૂંવાડા ઉભા થઈ જશે

Megha

Last Updated: 01:14 PM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટિશ અને અમેરિકી પર્યટકોનું એ ગ્રુપ ત્યાં હાઇકિંગ કરી રહ્યું હતું. જો કે આ હિમસ્ખલનમાં કોઇને વધુ નુકશાન પંહોચ્યું નથી.

  • 10 લોકોનું ગ્રુપ હિમસ્ખલનની ચપેટમાં આવતા બચી ગયુ
  • આ હિમસ્ખલન ગ્લેશિયરને કારણે થતું હતું
  • એક વ્યક્તિએ આ હિમસ્ખલનનો વિડીયો તેના કેમેરામાં કેદ કરી લીધો હતો. 

ફરવાનો શોખ કોને ન હોય, જ્યારે આપણે ફરવા જઈએ છીએ ત્યારે ઈચ્છીએ છીએ કે કોઈ એવો અનુભવ મળે જેને ક્યારેય ન ભૂલી શકીએ, જે જીવનભર આપણે સાથે રહે પણ એવા અનુભવના ચક્કરમાં ઘણા લોકો જીવ પણ ગુમાવી દે છે. આજે એક એવો કિસ્સો શેર કરવા જઈ રહ્યા છીએ જ્યાં અલગ અનુભવના ચક્કરમાં જીવ જતાં જતાં બચી ગયો હોય. બ્રિટિશ અને અમેરિકી પર્યટકોનું એક ગ્રુપ કિર્ગીસ્તાનના તિયાન શેન પહાડોમાં હિમસ્ખલનની ચપેટમાં આવતા બચી ગયા. આ હિમસ્ખલન ગ્લેશિયરને કારણે થતું હતું જે એક પહાડની ઊંચાઈ પરથી નીછે તરફ ધસી આવ્યું હતું. 

બ્રિટિશ અને અમેરિકી પર્યટકોનું એ ગ્રુપ ત્યાં હાઇકિંગ કરી રહ્યું હતું. જો કે આ હિમસ્ખલનમાં કોઇને વધુ નુકશાન પંહોચ્યું નથી. એક રિપોર્ટ અનુસાર ત્યાં 10 ટુરિસ્ટ હતા જેમાંથી એક અમેરિકન અને બાકીના 9 લોકો બ્રિટિશ હતા. સાથે જ એમાંના એક વ્યક્તિએ આ હિમસ્ખલનનો વિડીયો તેના કેમેરામાં કેદ કરી લીધો હતો. 

આ વિડીયોમાં પહેલા બરફમાં તિરાડ પડવાનો અવાજ આવે છે અને એ સમયે ત્યાં હાજર ટુરિસ્ટ કોઈ જગ્યા શોધે છે જેથી આવનાર તુફાનઠ બચી શકાય. એ વિડીયો બનાવનાર ટુરિસ્ટ એ કહ્યું કે જો અમે પાંચ મિનિટ વધુ ટ્રેક કરતાં રહ્યા હોત તો શાયદ બધા આ હિમસ્ખલનના શિકાર બની ગયા હોત. 

આ વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. ટ્રેકિંગ કરતાં ગ્રુપે મૃત્યુને તેની સામે આવતા જોઈ હતી, એ સમયે બધા લોકો ગભરાઈ ગયા હતા પણ સારી કિસ્મત હતી કે થોડા દૂર હતા જેથી એમનો જીવ બચી ગયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ