બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / Video: TAMIM IQBAL DECLARED HIS reiteration FROM INTERNATIONAL CRICKET

ક્રિકેટ / World Cup ના ત્રણ મહિના પહેલા જ આ ટીમના કેપ્ટને સંન્યાસનું કર્યું એલાન, ભીડની વચ્ચે ધ્રુસકે-ધ્રુસકે રડ્યો સ્ટાર

Vaidehi

Last Updated: 05:17 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ODI WORLD CUPનાં પહેલા જ આ દેશનાં કેપ્ટને ઈન્ટરનેશનલ ક્રિકેટથી રિટાયરમેન્ટ લઈ લીધું છે. સંન્યાસનું એલાન કરતાં મીડિયા સામે રડી પડ્યાં હતાં.

  • બાંગ્લાદેશનાં ક્રિકેટ કેપ્ટન તમીમ ઈકબાલનું એલાન
  • ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
  • મીડિયાની સામે એલાન કરતાં રડી પડ્યાં કેપ્ટન

બાંગ્લાદેશની વનડે ટીમનાં કેપ્ટન તમીમ ઈકબાલે ODI WORLDCUPનાં ત્રણ મહિના પહેલા જ ઈન્ટરનેશનલ ક્રિકેટથી રિટાયરમેન્ટ લઈ લેવાનું એલાન કર્યું છે. આ સાથે જ તેમના 16 વર્ષ લાંબા કરિયરનો અંત થયો છે. તમીમે એક પ્રેસ કોન્ફેરેન્સમાં આ વાતની જાણકારી આપી હતી. જો કે એક દિવસ પહેલા જ બાંગ્લાદેશે અફઘાનિસ્તાનની સામે થયેલ વન ડે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

'આ મારા માટે અંત છે' કેપ્ટનનાં આંખોમાંથી છલક્યાં આંસુ
તમીમ ઈકબાલ મીડિયાને પોતાના સંન્યાસનું એલાન કરતાં સમયે ભાવુક થઈ ગયાં અને તેમના આંખોથી આંસુ સરી પડ્યાં. તેમણે પોતાના આ નિર્ણયની જાણકારી આપતાં કહ્યું કે 'આ મારા માટે અંત છે. મેં પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. હું આ ક્ષણથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈ રહ્યો છું. હું ટીમનાં તમામ સાથીઓ, કોચ, BCB અધિકારીઓ, પોતાના પરિવારનાં સદસ્યો અને એ લોકોનો ધન્યવાદ માનવા ઈચ્છું છું જે મારી આ લાંબી યાત્રામાં મારી સાથે રહ્યાં હતાં. તેમણે મારા પર વિશ્વાસ જાળવી રાખ્યો એ માટે હું ધન્યવાદ માનું છું. હું ફેન્સનો પણ આભાર માનું છું. તમારા પ્રેમ અને વિશ્વાસે મને બાંગ્લાદેશ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માટે પ્રેરિત કર્યું. હું પોતાના જીવનનાં આવનારા અધ્યાય માટે તમારી પ્રાર્થના ઈચ્છુ છું. '

અફઘાનિસ્તાન સામે મળેલી હાર બાદ લીધો નિર્ણય
તમીમ ઈકબાલે પોતાના રિટાયરમેન્ટનો આ નિર્ણય વનડે સીરીઝની પહેલી મેચમાં અફઘાનિસ્તાન સામે મળેલી હાર બાદ લીધો છે. આ મેચ બાદ તેમની કેપ્ટનશીપની આલોચના કરવામાં આવી રહી હતી. ફેન્સ તેમને બ્લેમ કરી રહ્યાં હતાં. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ઈકબાલનાં ઉત્તરાધિકારીનું નામ નથી જણાવ્યું પણ શાકિબ અલ હસન ટી20 અને લિટન દાસ ટેસ્ટ ટીમની કમાન સંભાળી રહ્યાં છે. તેથી શક્ય છે કે આ બંનેમાંથી કોઈ એકને વનડેની કેપ્ટનશીપ પણ સોંપવામાં આવે.

ગતવર્ષે ટી20થી પણ લીધું હતું રિટાયરમેન્ટ
34 વર્ષનાં તમીમ ઈકબાલે યુવા ખેલાડીઓને ચાન્સ મળે તે માટે ગતવર્ષે ટી20માંથી પણ રિટાયરમેન્ટ લઈ લીધું હતું. તેમણે છેલ્લી ટેસ્ટ મેચ આ વર્ષનાં એપ્રિલમાં આયરલેન્ડની સામે રમી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ