VIDEO: CSK players get sister-in-law! After Chahar's proposal, a huge celebration, see what type of fun they had with the cake
સ્પોર્ટ્સ /
VIDEO: CSKના ખેલાડીઓને ભાભી મળી ગઈ! ચાહરના પ્રપોઝ બાદ જોરદાર જશ્ન, કેક સાથે જુઓ કેવી મસ્તી કરી
Team VTV06:09 PM, 08 Oct 21
| Updated: 06:18 PM, 08 Oct 21
IPL 2021 માં ગુરુવારે પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ પૂર્ણ થયા બાદ દીપક ચાહરે જયા ભારદ્વાજને પ્રપોઝ કરીને એ દિવસને ઉજવણીનો ક્ષણ બનાવી દીધો હતો.
મેચ બાદ દીપક ચાહરે જયા ભારદ્વાજને કરી પ્રપોઝ
હોટલમાં ટીમે કપલનું ભવ્ય રીતે કર્યું સ્વાગત
કેક કાપીને કરવામાં આવ્યું સેલિબ્રેશન
IPL 2021 માં ગુરુવારે IPL 2021 માં પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં ચેન્નઈ તો હારી ગયું હતું, પરંતુ ચેન્નઈના ફાસ્ટ બોલર દીપક ચાહરે મેચ બાદ પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને બધાની સામે પ્રપોઝ કરીને આ દિવસને ઉજવણીનો ક્ષણ બનાવી દીધો હતો. જોકે દીપક પ્લે ઓફ મેચ બાદ જયાને પ્રપોઝ કરવા માંગતો હતો, પરંતુ ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના કહેવા પર તેણે પોતાની ગર્લફ્રેન્ડને લીગ મેચમાં જ પ્રપોઝ કર્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ધોનીએ કેક લગાવા માટે દીપકને પકડ્યો
ત્યારબાદ જ્યારે બંને ટીમો હોટલમાં ગઈ ત્યારે બધાએ ખૂબ જ ભવ્ય રીતે કપલનું સ્વાગત કર્યું. બંને માટે કેક રાખવામાં આવી હતી. ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાએ દીપકને પકડી લીધો હતો. ત્યાર બાદ તેણે દીપકને કેકથી નવડાવ્યો. ચેન્નઈ સુપર કિંગ્સે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સુરેશ રૈનાની પુત્રી ગ્રેસિયાએ પણ દીપક અને જયાને અભિનંદન પાઠવ્યા હતા. સાક્ષી ધોની જયાને ગળે લગાવતી જોવા મળી હતી.
બોલિવૂડ અભિનેત્રી માલતી ચાહરના ભાઈ છે દીપક
દીપક ચાહર બોલિવૂડ અભિનેત્રી માલતી ચાહરના ભાઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સના આ ફાસ્ટ બોલરે ભારત માટે ટી -20 માં શ્રેષ્ઠ બોલિંગ કરી છે. તેણે બાંગ્લાદેશ સામે 7 આપીને 6 વિકેટ લીધી હતી. ટી 20 ક્રિકેટમાં કોઈપણ ભારતીય ફાસ્ટ બોલરનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે.
જયાના ભાઈનું નામ ટીવીમાં છે જાણીતું
દીપકની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજના ભાઈ સિદ્ધાર્થ ભારદ્વાજ ટીવી જગતમાં જાણીતું નામ છે. તે 'બિગ બોસ 5' તેમજ 'સ્પ્લિટ્સવિલા 2' માં પણ જોવા મળ્યો છે. દીપક ચાહરના પિતરાઇ ભાઇ રાહુલ ચાહર મુંબઇ ઇન્ડિયન્સ તરફથી IPL માં રમે છે. રાહુલને ટી 20 વર્લ્ડ કપ માટે પણ સિલેકટ કરવામાં આવ્યો છે.