બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Vice President of America Kamala Harris was afraid of what?

ચોંકાવનારું નિવેદન / 'હું ખૂબ જ ડરી ગઇ છું', આખરે સુપરપાવર અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને કઇ વાતનો ડર લાગ્યો?

Priyakant

Last Updated: 09:16 AM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kamala Harris Latest News: હેરિસને ટ્રમ્પના પ્રમુખપદની ચૂંટણી જીતવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે હું ખૂબ જ ડરી ગઇ છું અને તેથી જ હું આખા દેશમાં ફરું છું. આપણે બધાએ ડરવું જોઈએ

  • અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું મોટું નિવેદન
  • આયોવા કોકસના પરિણામોમાંડોનાલ્ડ ટ્રમ્પની જીતથી હું ખૂબ ડરી ગઈ છું: કમલા હેરિસ
  • હું ખૂબ જ ડરી ગઇ છું અને તેથી જ હું આખા દેશમાં ફરું છું. આપણે બધાએ ડરવું જોઈએ 

Kamala Harris News : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું મોટું નિવેદન સામે આવ્યું છે. કમલા હેરિસે કહ્યું છે કે, તે આયોવા કોકસના પરિણામોમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ખૂબ ડરી ગઈ છે. કમલા હેરિસે એક શૉ દરમિયાન આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પની સંભવિત જીત અંગેની બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાની ચિંતાઓ વિશે વાત કરી હતી. જ્યારે હેરિસને ટ્રમ્પના પ્રમુખપદની ચૂંટણી જીતવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે હું ખૂબ જ ડરી ગઇ છું અને તેથી જ હું આખા દેશમાં ફરું છું. આપણે બધાએ ડરવું જોઈએ. 

ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું કે એક જૂની કહેવત છે કે ચૂંટણી લડવાના બે જ રસ્તા છે, કાં તો વિરોધી વગર લડો અથવા ડરીને લડો. આ કારણે આપણે બધાએ ડરવું જોઈએ પણ જેમ આપણે જાણીએ છીએ કે આપણે મજબૂત છીએ તેથી આપણે ડરીને ભાગીશું નહીં. અમે સ્પર્ધા કરીશું. હેરિસે ડેમોક્રેટ્સને તેણીને અને પ્રમુખ જો બિડેનને ફરીથી સત્તા પર ચૂંટવા વિનંતી કરી. તેણે કહ્યું કે, આપણે ફરીથી જીતવું પડશે. આ એક મોટો પડકાર હશે. પરંતુ અમે એક મહાન કામ કર્યું છે, અમારે લોકો સુધી પહોંચવું છે અને તેમને જણાવવાનું છે કે સારું કામ શું છે.

આયોવા કોકસના પરિણામો કેવી રીતે આવે છે?
તમને જણાવી દઈએ કે આયોવા કોકસમાં યોજાયેલી પ્રાથમિક ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 50 ટકાથી વધુ વોટ મળ્યા હતા. રોન ડીસેન્ટિસ 21.2 ટકા મતો સાથે બીજા સ્થાને છે. જ્યારે નિક્કી હેલીને માત્ર 19.1 ટકા વોટ મળ્યા હતા. ભારતીય મૂળના વિવેક રામાસ્વામીને આમાં 8 ટકાથી ઓછા વોટ મળ્યા હતા, જે બાદ તેઓ રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીમાંથી ખસી ગયા છે. 

વધુ વાંચો: લંગોટીયા યાર ઈસ્લામિક રાષ્ટ્ર ઈરાન-પાકિસ્તાન કેમ બન્યાં દુશ્મન? મોટું કારણ સામે આવ્યું, માની નહીં શકાય

આયોવા કોકસ શું છે?
કોકસ અને પ્રાઈમરીઝ એ બે રીત છે કે જેમાં રિપબ્લિકન અને ગવર્નિંગ ડેમોક્રેટ્સ તેમના ઉમેદવારો પસંદ કરે છે. મોટાભાગના અમેરિકન રાજ્યોમાં પ્રાઇમરી હોય છે, જ્યારે કેટલાક પરંપરાગત રીતે રિપબ્લિકન રાજ્યો, જેમ કે આયોવા, પ્રતિનિધિઓની પસંદગી કરવા માટે કોકસ ધરાવે છે. કોકસ અને પ્રાઈમરીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંમેલનમાં મતદાન કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ