બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / vevai and vevan love story case in ahmedabad

ગજબ લવ સ્ટોરી / અમદાવાદમાં એક વેવાઈને વેવાણ સાથે થયો પ્રેમ પણ દીકરી બની વિલન

Gayatri

Last Updated: 10:12 AM, 15 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વેવાઈ-વેવાણની ઔર એક લવ સ્ટોરી સામે આવી છે. શાંતાબેન દીકરીની ડિલિવરી વખતે દીકરીને સાસરે ગયા અને પછી તમેને દીકરીના સસરા સાથે પ્રેમ થઈ ગયો.

  • વેવાઈ-વેવાણની ઔર એક લવ સ્ટોરી
  • હેલ્પલાઈન નંબર પર કર્યો ફોન
  • ચાર વર્ષ પહેલાં દીકરીના સસરા સાથે થયો પ્રેમ

શાંતાબેન દીકરીના ઘરે ડિલિવરી વખતે તેના ઘરે આવતા આંખ મળી ગઈ હતી બાદમાં જમાઈનુ મોત થતા મહિલાએ દીકરીને બીજે પરણાવી પોતે પૂર્વ વેવાઈ સાથે રહેવા લાગી હતી. દીકરીના બીજા લગ્નમા સાસરિયાઓ મારપીટ કરતા પરત આવી હતી. દીકરીને માતા તેના પૂર્વ સસરા સાથે રહે તે પસંદ ન હોવાથી ઘરે પરત લેવા આવી હતી. પરંતુ મહિલા સાથે રહેવા તૈયાર ન હતી અને દીકરી દબાણ કરતા મહિલા હેલ્પલાઇન 181ની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે મહિલા તેની દીકરી અને પૂર્વ સસરાને સમજાવી તેમજ કાયદાકીય સલાહ આપી હતી.

હેલ્પલાઈન નંબર પર કર્યો ફોન

મહિલા હેલ્પલાઇન 181ને પૂર્વ વિસ્તારમાંથી મહિલાનો ફોન આવ્યો હતો કે મારી દીકરી મને લઈ જવા માંગે છે મારે તેની સાથે નથી જવું. જેથી હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. 

શું કહ્યું શાંતાબેને?

ચાર વર્ષ પહેલાં મહિલા દીકરીને ત્યાં સાસરીમાં ડિલિવરી માટે રહેવા ગઈ હતી. દરમ્યાનમાં દીકરીના સસરા સાથે મહિલાને આંખ મળી ગઈ હતી અને પ્રેમસંબંધ બંધાયો હતો. દોઢ વર્ષ પહેલાં જમાઈનું દારૂના વ્યસનના કારણે મોટ થતા મહિલાએ દીકરીના મરજી વિરુદ્ધ બીજા લગ્ન કરાવી દીધા હતા અને પોતે દીકરીના પૂર્વ સસરા સાથે રહેવા લાગ્યા હતા. દીકરીને બીજા લગ્નજીવનમાં સાસરી તરફથી મારપીટ થતાં તેઓ પરત આવી ગયા હતા.

દીકરીને નથી પસંદ આ લવ સ્ટોરી

પૂર્વ સસરા સાથે માતા રહેતી હોવાનું દીકરીને પસંદ ન હોવાથી તેમને લેવા માટે આવ્યા હતા. સમાજમાં ખરાબ વાતો થતી હોવાનુ પણ દીકરીએ કહ્યું હતું છતાં બંને માનતા ન હતા. છેવટે દીકરીએ આત્મહત્યાની ધમકી આપી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે ત્રણેયને સમજાવ્યા હતા. દીકરીના પૂર્વ સસરાને સમજાવ્યા હતા કે કોઈ કાયદાકીય પ્રોસેસ વગર મહિલા સાથે સંબંધ રાખવો ગુનો છે અને મહિલા અને દીકરીને પણ સમજાવ્યા હતા. વેવાઈને વૃદ્ધાશ્રમની માહિતી પણ આપી હતી. બે કલાકની સમજાવટ બાદ તેઓ રાજીખુશીથી પોત પોતાની રીતે અલગ રહેવા તૈયાર થયા હતા.

(નામ બદલેલ છે)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ