બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Venus will enter Leo in July there will be benefit in love relationship
Mahadev Dave
Last Updated: 11:43 PM, 24 June 2023
ADVERTISEMENT
જ્યોતિષીશાસ્ત્રમાં મનુષ્ય જીવન પર ગ્રહોની શુભ-અશુભ અસરો અંગે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. દર મહિને ગ્રહો પોતાનું સ્થાન બદલાવે છે જેના કારણે વિવિધ રાશીના લોકો પર તેની સારી-માઠી અસર પડતી હોય છે. ત્યારે જુલાઇ મહિનામાં પણ અનેક ગ્રહો નક્ષત્રોનું ગોચર જોવા મળશે. જેમાંથી એક શુક્ર ગ્રહનો પણ સમાવેશ થાય છે. શુક્ર ગ્રહ સિંહ રાશિમાં 7 જુલાઇ 2023ના રોજ સવારે 3:59 વાગ્યે પ્રવેશ કરશે. 23 જુલાઇએ સવારે 6:01 વાગ્યે સિંહ રાશીમાં શુક્ર ગ્રહ વક્ર ગતિમાં હશે અને 7 ઓગસ્ટ 2023ની રાતે 11:32 વાગ્યે વક્રી ચાલમાં કર્ક રાશીમાં ફરીથી ગોચર કરશે. તો કર્ક રાશીમાં શુક્ર 4 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 6:17 વાગ્યે વક્રીમાંથી માર્ગી થઇ જશે.
7 જુલાઇએ શુક્ર ગ્રહ સિંહ રાશીમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે
ADVERTISEMENT
ત્યાર બાદ ફરી 2 ઓગ્ટોબર 2023ની રાતે 12:45ના રોજ સિંહ રાશીમાં ગોચર કરશે. શુક્રને વૈભવ, ધન, વિલાસિતા, ભૌતિક સુખ અને એશ્વર્યનો કારક માનવામાં આવે છે. એવામાં જ્યારે શુક્ર ગ્રહ ગોચર કરે છે તો તે જ્યાં પણ જાય એ રાશીના જાતકો પર સારો અને ખરાબ પ્રભાવ દેખાડે છે. 7 જુલાઇએ શુક્ર ગ્રહ સિંહ રાશીમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. પ્રેમ, વિલાસ અને ઐશ્વર્યનો કારક હોવાને કારણે શુક્ર ગ્રહ ત્રણ રાશીના જાતકોના પ્રેમ જીવનમાં ખુબ જ બદલાવ આવશે.
મેષ રાશી
મેષ રાશીના જાતકો માટે શુક્ર તેના બીજા અને સાતમા ભાવનો સ્વામી છે અને શુક્રનું સિંહ રાશીમાં ગોચર તમારા પ્રેમ સંબંધોને વધુ મજબૂત બનાવશે. તમારા પ્રિયતમ મનોકામનાઓની પૂર્તિ પર વધુ ધ્યાન આપશે અને તેમન રાજી કરવા પર વધુ ધ્યાન આપશે. પરંતુ પ્રેમ પ્રત્યે તમારી ભાવના પ્રબળ રહેશે અને તમે તમારા સંબંધને વધુ ગંભીરતાથી લેશો. અપરણિત લોકો માટે ખાસ વ્યક્તિ જીવનમાં આવી શકે છે. આ દરમિયાન તમારું વ્યક્તિત્વમાં નિખાર જોવા મળશે.
મિથુન રાશી
મિથુન રાશીના જાતકો માટે શુક્ર પોતાના 12માં અને પાંચમાં ભાવનો સ્વામી છે. સાથે જ શુક્રનું સિંહ રાશીમાં ગોચર થવાથી તમારા મિત્રવર્તૂળમાં વધારો કરાવશે. પ્રેમ સંબંધોમાં પણ વૃદ્ધિ જોવા મળશે. આ ગોચર દરમિયાન પ્રવાસના યોગ બની રહ્યાં છે, જે મિત્ર કે પ્રેમી સાથે હોઇ શકે છે.
સિંહ રાશી
શુક્ર ગ્રહનું સિંહ રાશીમાં જ ગોચર થવાથી આ રાશીના જાતકો માટે લાભદાયક રહેશે. આ રાશીના જાતકોનું વ્યક્તિત્વ આકર્ષક બનશે અને લોકો તમારી તરફ આકર્ષિત થશે. કામમાં સફળતાથી આત્મવિશ્વાસમાં વધારો થશે. પ્રેમમાં વૃદ્ધિ થવાના યોગ બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.