ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ભૂલથી પણ આ શાકભાજીને કાચી ન ખાતા નહીંતર થઈ જશે લેવાના દેવા, જાણી લેજો
Last Updated: 12:53 PM, 1 March 2026
ADVERTISEMENT
કેટલીક શાકભાજી કાચી ખાવાથી ગંભીર આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે. કાચી શાકભાજીમાં રહેલા બેક્ટેરિયા, પરજીવી અને ઝેરી તત્વો ડાયરીયા, પેટના ચેપ અને કેટલીક ગંભીર બીમારીઓ સુધી લઈ જઈ શકે છે. છેલ્લા સમયથી ફિટનેસ અને સ્વાસ્થ્ય માટે ધ્યાન આપતા લોકો સલાડમાં વધુ શાકભાજીનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ કેટલીક શાકભાજી એવી છે જે કાચી ખાવાથી જોખમ થાય છે.
ADVERTISEMENT
હાલમાં ફિટનેસ અને હેલ્થ માટે ધ્યાન આપતા લોકો બ્રેકફાસ્ટ લંચ અથવા ડિનરમાં સલાડ ખાઈ રહ્યા છે જેમાં અલગ-અલગ શાકભાજી હોય છે. જો કે કેટલીક શાકભાજી એવી છે જે કાચી ખાવાથી આરોગ્ય માટે જોખમ બની શકે છે. ડોક્ટર્સ અને હેલ્થ નિષ્ણાત માને છે કે કેટલીક ખાસ શાકભાજી કાચી ખાવુ ખતરનાક હોઈ શકે છે.તેમાં રહેલા બેક્ટેરિયા અને ઝેરી તત્વ દિમાગ અને પેટ બંનેને નુકસાન પહોંચાડી શકે છે.તેથી કેટલીક શાકભાજી હંમેશા રાંધીને અથવા ઉકાળી ને જ ખાવું જોઈએ.
ADVERTISEMENT
પત્તાગોભી અથવા કોબીજ માટે સૌથી વધુ સાવધાની જરૂરી છે. તેમાં ટેપવોર્મના ઈંડા હોવાની સંભાવના ઘણી વધુ હોય છે. જો આ ઈંડા તમારા બ્લડ સ્ટ્રીમમાં પહોંચી જાય તો સીધા તમારા મગજ સુધી પહોંચી શકે છે. આથી ન્યૂરોસિસ્ટિક સર્કોસિસ જેવી ગંભીર અને જીવલેણ બીમારી થઈ શકે છે જેને કારણે દુઆરા પણ પડી શકે છે. ડૉક્ટર્સની સલાહ છે કે કોબીજ હંમેશા સારી રીતે ધોઈને અને રાંધીને જ ખાવા જોઈએ જેથી તેમાં રહેલા પરજીવી મરી જાય.

ADVERTISEMENT
લોકો સામાન્ય રીતે રીંગણનું ભડથું અથવા શાક તરીકે આનંદ લઈને ખાય છે પણ તેને કાચું ક્યારેય ન ખાવું. રીંગણમાં સોલાનિન નામનું કુદરતી ઝેરી તત્વ હોય છે. કાચું ખાવાથી ઉબકા,ઊલટી અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. રીંગણ રાંધીને કે સ્ટીમ કરવાથી આ ઝેરી તત્વ પૂરેપૂરું નષ્ટ થઈ જાય છે અને તે શરીર માટે સલામત બની જાય છે. પકાવાથી બેક્ટેરિયા મારતા છે અને શાકભાજી સરળ રીતે પચે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ US-ઈઝરાયલ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું મોત, દીકરાએ સંભાળી કમાન, સેના-મીડિયાએ કરી પુષ્ટિ
ADVERTISEMENT
પાલકને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ કાચું ખાવું જોખમકારક થઈ શકે છે. ડૉક્ટર્સ જણાવે છે કે પાલકમાં ઇ-કોલી જેવા ખતરનાક બેક્ટેરિયા અને ટેપવોર્મ (પરજીવી)ના ઈંડા હોઈ શકે છે જે ઘણી વખત ધોઈને પણ નષ્ટ ન થાય. કાચું પાલક ખાવાથી ડાયરીયા અને પેટના ગંભીર ચેપ થઈ શકે છે. ઉપરાંત કાચા પાલકમાં ઓક્સલેટ્સની માત્રા વધારે હોવાથી કિડની પથરીનો ખતરો પણ વધી શકે છે. તેથી પાલક હંમેશા ઉકાળીને કે સારી રીતે પકાવીને જ ખાવું સલામત છે.
ADVERTISEMENT
Disclaimer આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT