બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Vastu Tips It is most auspicious to prepare meals facing this direction in the kitchen, a storehouse of wealth that will never be missing in the house

વાસ્તુ ટિપ્સ / કિચનમાં આ દિશામાં મોં રાખીને જમવાનું બનાવવું સૌથી શુભ, ઘરમાં ક્યારેય નહીં ખૂટે ધનનો ભંડાર

Megha

Last Updated: 08:57 AM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો વાસ્તુની સાચી દિશાને ધ્યાનમાં રાખીને ભોજન તૈયાર કરવામાં આવે તો ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે. તો એવામાં કઈ દિશામાં ભોજન તૈયાર કરવામાં આવે છે એ પણ ખૂબ મહત્વનું છે.

  • રસોડામાં ઘરના  લોકો માટે ભોજન બનાવવામાં આવે છે 
  • કઈ દિશામાં ભોજન તૈયાર કરવામાં આવે છે એ પણ ખૂબ મહત્વનું છે
  • ભોજન બનાવતી વખતે તમારું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ
  • રસોડામાં પીવાનું પાણી ઉત્તર-પૂર્વ દિશામાં હોવું જોઈએ

વાસ્તુ અનુસાર રસોડું આપણા ઘરની એવી જગ્યા છે જ્યાં ચારે બાજુથી ઉર્જા સમાયેલી હોય છે. એ વાત તો આપણએ બધા જાણીએ જ છીએ કે રસોડામાં જ ઘરના રહેવાસીઓ માટે પૌષ્ટિક આહાર બનાવવામાં આવે છે અને જો વાસ્તુની સાચી દિશાને ધ્યાનમાં રાખીને ભોજન તૈયાર કરવામાં આવે તો ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે. તો એવામાં કઈ દિશામાં ભોજન તૈયાર કરવામાં આવે છે એ પણ ખૂબ મહત્વનું છે. 

જણાવી દઈએ કે ભોજન બનાવતી વખતે તમારું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ અને રસોડામાં પીવાનું પાણી ઉત્તર-પૂર્વ દિશામાં હોવું જોઈએ. આપણે રસોઈ માટે અગ્નિનો ઉપયોગ કરીએ છીએ અને અગ્નિ આપણા સ્વાસ્થ્ય, કીર્તિ અને સમૃદ્ધિ પર ઊંડી અસર કરે છે. જણાવી દઈએ કે વાસ્તુમાં અગ્નિ તત્વનો સંચાર યોગ્ય રીતે થાય તે માટે રસોડાને દક્ષિણ-પૂર્વ કોણમાં રાખવું શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ રસોડામાં જો વાસ્તુની સાચી દિશાને ધ્યાનમાં રાખીને ભોજન તૈયાર કરવામાં આવે તો ઘરમાં હંમેશા સમૃદ્ધિ બની રહે છે. વાસ્તુ અનુસાર દક્ષિણ દિશામાં મુખ રાખીને રસોઈ કરવી યોગ્ય નથી માનવામાં આવતી. વાસ્તવમાં આ દિશાને યમની દિશા માનવામાં આવે છે અને આ દિશામાં ભોજન બનાવવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર અસર થાય છે અને ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ શકે છે. સાથે જ જો કોઈપણ ઘર જ્યાં નિયમોને ધ્યાનમાં રાખીને ભોજન બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે, ત્યાં બમણી પ્રગતિ થાય છે. ઉપરાંત અનાજનિ કમી પીએમ ક્યારેય નથી થતી. એવામાં ચાલો જાણીએ કે ભોજન બનાવતી વખતે અને ખાતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ.

રસોડાને લગતા આ નિયમોનું ધ્યાન રાખો
- વાસ્તુ અનુસાર તમારે તમારા રસોડામાં લાલ અને પીળા રંગોનો ઉપયોગ કરવો જોઈએ. 
- જો તમારું રસોડું દક્ષિણ કે દક્ષિણ-પૂર્વ દિશામાં હોય તો કાળા કે વાદળી રંગના સ્લેબ ન લગાવો.તમે ગ્રેનાઈટ સ્લેબ અથવા માર્બલના સ્લેબ લગાવી શકો છો.
- રસોડામાં માતા અન્નપૂર્ણાનું ચિત્ર હોવું જોઈએ. આ સાથે તમારા રસોડામાં ફળો અને શાકભાજીથી ભરેલી સુંદર તસવીર લગાવો. 
- માતા અન્નપૂર્ણા અને ફળ-શાકભાજીની તસવીરો લગાવવાથી ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી. ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. 
- ઘરમાં બાથરૂમ અને રસોડું ક્યારેય એકબીજાની આસપાસ ન બનાવવા જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ