બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Vastu Tips for Kitchen Vastu Rules to follow while cooking

વાસ્તુશાસ્ત્ર / આ વાતોનું ધ્યાન નહીં રાખો તો માતા અન્નપૂર્ણા થઈ જશે કોપાયમાન

Vidhata

Last Updated: 02:28 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે માતા અન્નપૂર્ણા દેવીને હંમેશા પ્રશન્ન રાખવા માંગતા હોવ તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. વાસ્તુ મુજબ તમે રસોડામાં કેટલીક ભૂલો નહીં કરો તો અન્નપૂર્ણા દેવી હંમેશા પ્રસન્ન રહેશે.

વાસ્તુશાસ્ત્ર (Vastu Tips) મુજબ સારા પરિણામ મેળવવા વસ્તુઓને યોગ્ય દિશા અને સ્થાન પર રાખવી જરૂરી છે. વાસ્તુમાં દિશાઓનું પણ ખૂબ મહત્ત્વ હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, રસોડાને પણ ઘરનો મહત્ત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, રસોડામાં અન્નપૂર્ણા માતાનો વાસ હોય છે. જો માતા અન્નપૂર્ણા પ્રસન્ન રહે તો ઘરમાં ક્યારેય અન્નની કમી નથી થતી. એટલે જ જો માતા અન્નપૂર્ણાને હંમેશા પ્રસન્ન રાખવા હોય તો રસોડામાં (Vastu Tips for Kitchen) કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 

આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

ધાર્મિક માન્યતાઓ અનુસાર, રસોડામાં અન્નપૂર્ણા માતાનો વાસ હોય છે. જેથી તમે અન્નપૂર્ણા માતાને પ્રસન્ન રાખવા માંગો છો તો રસોડામાં ક્યારેય સ્નાન કર્યા વગર પ્રવેશ કરવો નહીં. આ સિવાય રસોડામાં સ્નાન કરીને પૂજા કરવી જોઈએ. રસોડામાં અન્નપૂર્ણા માતાની તસ્વીર રાખવાથી તેમની કૃપા બની રહે છે અને ક્યારેય ધન-ધાન્યની કમી થતી નથી. 

આ સિવાય રાતના સમયે રસોડામાં ક્યારેય ધોયા વગરના એંઠા વાસણો રાખવા નહીં, ઘણા લોકો આવી ભૂલ કરતા હોય છે. પરંતુ આમ કરવાથી માતા અન્નપૂર્ણા અને લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે. જેના કારણે પૈસાની તંગી પણ આવી શકે છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે રાત્રે ક્યારેય રસોડામાં એંઠા વાસણ મૂકીને ઊંઘવું નહીં. 

વધુ વાંચો: તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો નવરાત્રિ દરમિયાન રાખજો આ બાબતોનું ધ્યાન, સુખ અને સમૃદ્ધિની થશે પ્રાપ્તિ

રસોડામાં રસોઈ ગેસને દક્ષિણ-પૂર્વ દિશામાં જ રાખવો. રસોડામાં ક્યારેય પાણી અને આગ એકબીજાની નજીક ન રાખવા જોઈએ, આમ કરવું અશુભ માનવામાં આવે છે. આ સિવાય જ્યારે તમે જમવા બેઠા હોવ ત્યારે તમારો ફેસ ઉત્તર-પૂર્વ દિશા તરફ જ રાખવો જોઈએ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

vastu tips vastu tips for kitchen વાસ્તુશાસ્ત્ર Vastu Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ