બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:06 AM, 4 August 2023
ADVERTISEMENT
મોટાભાગે એવું તમે જોયું હશે કે ઘણા લોકો ખૂબ મહેનત બાદ પણ આર્થિક તંગીનો સામનો કરે છે અને તેમને સુખ-સમૃદ્ધીની સમસ્યા સતત રહે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર પોતાના ઘરના વાસ્તુ દોષને ઠીક કરીને તમારા ઘરની આ મુશ્કેલીઓ ઠીક કરી શકાય છે. જો ઘરનું વાસ્તુ ઠીક રહે છે તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એવામાં આ દોષથી મુક્તી માટે આટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
ADVERTISEMENT
ખંડિત મૂર્તિઓ ન રાખો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યારેય પણ ઘરમાં ખંડિત એટલે કે તૂટેલી મૂર્તિઓ ન રાખવી જોઈએ. કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. સાથે જ ઘરમાં દુર્ભાગ્ય અને મુશ્કેલીઓ આવે છે.
જૂતા-ચંપલ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યારેય પણ તૂટેલા ચંપલ કે જૂતાનો ઉપયોગ ન કરવો જોઈએ. એ વાતનું ધ્યાન રાખો કે તમારા ઘરમાં તૂટેલા ચંપલ કે જૂતા ન હોય. કારણ કે તૂટેલા ચંપલોનો ઉપયોગ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. સાથે જ પરિવારમાં મન-ભેદ રહે છે.
તૂટેલી ખુરસી
ક્યારેય પણ પોતાના ઘર કે પ્રવેશ દ્વાર પર તૂટેલી ખુરસી ન રાખવી જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં દરિદ્રતા આવે છે. ત્યાં જ જે ઘરના દરવાજા પર કે ઉમરા પર તૂટેલો પિલર હોય છે તે ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય પણ પ્રવેશ નથી કરતી.
સાબુ
ઘણી વખત એવું બને છે કે સબુ પતવા આવે ત્યારે તેના નાના ટૂકડા આપણે એમ જ રહેવા દઈએ છીએ. ઘરમાં સાબુના નાના ટૂકડા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.
જુના ફાટેલા કપડા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ફાટેલા જુના કપડાં રાખવાથી વ્યક્તિના કરિયરમાં મુશ્કેલીઓ આવે છે. માટે જો કોઈ કપડા વધારે જુના થઈ ગયા છે કે ફાટી ગયા છે તો તેને ફેંકી દેવા જોઈએ.
જુના છાપા
સામાન્ય રીતે લોકોની આદત હોય છે કે તે પોતાના ઘરમાં છાપા અને જુની મેગેઝીન રાખે છે. પરંતુ વાસ્તુ અનુસાર ઘરમાં તેને રાખવા અશુભ માનવામાં આવે છે. કારણ કે છાપા પર જામેલી ધૂળ આર્થિક સંકટની સાથે પારિવારિક કલેશ લઈને આવે છે. માટે તેને ભેગા થાય કે તરત જ ઘરમાંથી બહાર કરી દો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.