બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Vastrapur Lake A heritage look will be given at a cost of 5 crores

પ્લાનિંગ / વસ્ત્રાપુર લેકને રૂ. 5 કરોડના ખર્ચે અપાશે હેરિટેજ લૂક, લોકોને ઉંદરોના ત્રાસથી મળશે છૂટકારો

Vishal Khamar

Last Updated: 10:13 AM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વસ્ત્રાપુર તળાવ છેલ્લા કેટલાય સમયથી ફરવા લાયક રહ્યુ નથી. ઉંદરના ત્રાસના કારણે તળાવની શોભા ઘટવા પામી છે. અનેક લોકોની રજુઆત બાદ હવે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા વસ્ત્રાપુર તળાવને હેરીટેજ લુક આપીને નવુ બનાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારનો એક માત્ર એવુ વસ્ત્રાપુર તળાવ જે અમદાવાદીઓને મોઢે છે. તમામ લોકોએ અવશ્ય એક વખત તો મુલાકાત લીઘી જ હોય છે. વર્ષ 2003માં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાપુર તળાવનુ લોકાપર્ણ કર્યુ હતુ. ત્યારથી 20 વર્ષમાં જ વસ્ત્રાપુર તળાવની પરિસ્થિતી દયનિય બની ગઇ છે. વોક વે વોક કરવા લાયક નથી. તમે બેઠા હોય તો ઉંદરડા ગમે ત્યારે કરડી જાય તેવી પરિસ્થિતી ઉભી થઇ છે. ઉંદરનો એટલો ત્રાસ છે કે આખુ તળાવ ખોદી નાખ્યુ છે. ઉપરાંત તળાવનુ તળિયુ પણ નબળુ કરી નાખ્યા હોવાની વિગતો સામે આવી છે. 

કોલેજના વિર્ઘાર્થીઓ હોય કે પછી નોકરીયાત વ્યક્તિઓ બપોરના સમયે ભોજન માટે પણ ગાર્ડન નો સહારો લેતા હોય છે. પરંતુ હાલમાં વસ્ત્રાપુર તળાવ તમામ જગ્યાએથી ખવાઇ ગયુ છે.  ક્યાંક સારી સુવિઘાઓ પણ નથી જેથી અનેક ફરીયાદો અને રજુઆતને ઘ્યાનમાં લઇને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા તળાવના નવિનીકરાણનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે હાલમાં તો તળાવમાં જે થોડુ પાણી છે. તેનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.  

વધુ વાંચોઃ આજથી 2 દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પડશે વરસાદ, એ પણ ભારે પવન સાથે, પાકને નુકસાનની ભીતિ

નવીન બનનાર વસ્ત્રાપુર તળાવમાં નાના બાળકો માટે રમત ગમતના સાઘનો, સ્પેશિયલ વોક વે, બેઠક વ્યવસ્થા અને સિનિયર સિટીઝન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત વસ્તારપુર તળાવને ખરાબ કરવા માટે ઉંદર જ જવાબદારી છે. ત્યારે તંત્ર દ્વારા હવે ઉંદરોનો ત્રાસ દુર કરીને વસ્ત્રાપુર તળાવની કામગીરી શરૂ કરવામાં આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ