બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Unseasonal rain forecast in some parts of the state today

કમોસમી વરસાદ / આજથી 2 દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પડશે વરસાદ, એ પણ ભારે પવન સાથે, પાકને નુકસાનની ભીતિ

Vishal Khamar

Last Updated: 08:40 AM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ છુટા છવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અન્ય જીલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. તો ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તેમજ એપીએમસીનાં વેપારીઓને અનાજને સુરક્ષિત રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે.

આજે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 1 થી 2 માં હળવા વરસાદ સાથે ભારે પવનની આગાહી કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી
આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દ્વારકા, જામનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી કરી હતી. 2 માર્ચે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીગસાગર, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે. ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે. 

વધુ વાંચોઃ  'જેનું કોઈ નથી એના માટે અમે હાજર' સુરતના આ સખા મંડળના ગીતો તો ગમશે, પણ પૈસા વાપરવાનું કામ વધુ પસંદ પડશે

સાવચેતી પગલા
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોયતો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી,અથવા પ્લાસ્ટિક /તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી  ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ