બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Varun Dhawan and Karthik Aryan rocked David Dhawan's birthday, dance video gets viral on social media

VIRAL VIDEO / બૉલીવુડનાં દેસી બોય! વરુણ કાર્તિકનાં ઠુમકા પર સોશ્યલ મીડિયા ફીદા, ડાન્સ VIDEO વાયરલ

Megha

Last Updated: 11:42 AM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાર્ટી દરમિયાન કાર્તિક આર્યન અને ડેવિડ ધવનના દીકરા વરુણ ધવનનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે.

  • કાર્તિક આર્યન અને વરુણ ધવનનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ
  • ડિરેક્ટર ડેવિડ ધવને હાલમાં જ પોતાનો 71મો જન્મદિવસ ઉજવ્યો 

બૉલીવુડના ફેમસ ડિરેક્ટર ડેવિડ ધવને હાલમાં જ પોતાનો 71મો જન્મદિવસ ઉજવ્યો છે. ડેવિડના જન્મદિવસના ખાસ અવસર પર બોલિવૂડના તમામ કલાકારોએ તેના જન્મદિવસની પાર્ટીનો હિસ્સો બન્યા હતા. આ બોલિવૂડ સ્ટાર્સમાં ભૂલ ભૂલૈયા 2 સ્ટાર કાર્તિક આર્યન પણ સામેલ હતા. પાર્ટી દરમિયાન કાર્તિક આર્યન અને ડેવિડ ધવનના દીકરા વરુણ ધવનનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે.

ડાન્સનો વિડીયો વાયરલ 
કાર્તિક આર્યન અને વરુણ ધવન બોલીવુડના ઉભરતા સ્ટાર્સ છે. બંનેને લોકો ઘણા પસંદ કરે છે અને તમને જણાવી દઈએ કે બંને વચ્ચે ગાઢ મિત્રતા પણ છે.  ઘણી જગ્યા પર આ બંને સુપરસ્ટાર એકબીજા સાથે બ્રોમાન્સ કરતાં નજર આવ્યા છે અને અને તેની મિત્રતા લોકો વચ્ચે ઘણી જાણીતી છે. એવામાં ડાયરેક્ટર ડેવિડ ધવનના જન્મદિવસના મોકા પર કાર્તિક અને વરુણે તેમની મિત્રતા દર્શાવતા જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડિયોમાં જોઈ શકે છે કે કાર્તિક આર્યન અને વરુણ ધવન તેમના અદ્ભુત ડાન્સ મૂવ્સથી લોકોની નજર તેની તરફ ખેંચી રહ્યા છે અને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. આટલું જ નહીં, ડેવિડ ધવનના જન્મદિવસની પાર્ટીમાં હાજર લોકો આ બંને કલાકારોને ચીયર અપ પણ કરી રહ્યા છે. હાલ આ વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. 

કાર્તિક આર્યન અને વરુણ ધવનના ડાન્સનો એ વીડિયો સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન સિવાય, હિન્દી સિનેમાના દિગ્ગજ અનુપમ ખેર, રાજપાલ યાદવ અને શક્તિ કપૂર જેવા ઘણા સુપરસ્ટાર્સ ડિરેક્ટર ડેવિડ ધવનની બર્થડે પાર્ટીમાં સામેલ થયા હતા. આ દરમિયાન આ તમામ કલાકારોની તસવીરો ઈન્ટરનેટ પર હાલ ચર્ચાનો વિષય બની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ