બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / વડોદરાના સમાચાર / Cricket / Valiant Cricket Team Internal Tournament Championship 2019 final match in Vadodara

ક્રિકેટ / વડોદરામાં ચાલી રહેલા વેલીયન્ટ ક્લબ ચેમ્પિયનશીપની ફાઈનલમાં કાંટેની ટક્કર

Published By: Gayatri

Last Updated: 12:49 PM, 17 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાવાસીઓ માટે આવતીકાલ એ રોમાંચક સાબિત થવાની છે. હાલ વડોદરામાં ચાલી રહેલ વેલીયન્ટ કલબ ચેમ્પિયનશીપ તેના અંતિમ પડાવ પર છે. વેલીયન્ટ કલબ ચેમ્પિયનશીપ 2019 ની 3જી સિઝન બરોડામાં ચાલી રહી છે. ત્યારે આવતીકાલે આ સિરિઝની ફાઈનલ મેચ રમવા જઈ રહી છે.

  • 8 ટીમ રમી મેચ જેમાંથી 2 વચ્ચે રમાશે ફાઈનલ
  • ગ્રૃપ A અને ગ્રૃપ B વચ્ચે જામ્યો હતો જંગ
  • ક્રિકેટરોએ vtvgujarari.comના સ્ટીકર વાળા બેટથી ચોગ્ગા છક્કા ફટકાર્યા

કોણ થયું છે ફાઈનલ માટે ક્વોલિફાય

2 ગ્રુપ માં રમાતી કલબ ચેમ્પિયનશીપમાં કુલ 8 ટીમ છે. ગ્રૃપ 'A' અને ગ્રૃપ 'B' એમ બે ગ્રૃપની કુલ 8 ટીમ રમી હતી. ગ્રુપ 'A'માંથી હરીશ શર્મા ક્રિકેટ કલબ જ્યારે ગ્રુપ 'B'માંથી સિયોન સ્પોર્ટ્સ ક્રિકેટ કલબ એ ફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂક્યું છે. આવતીકાલે કલબ ચેમ્પિયનશીપ ની ફાઇનલ બરોડા ના એસ આર પી એફ ગ્રાઉન્ડ માં સિયોન ક્રિકેટ કલબ અને હરીશ શર્મા ક્રિકેટ કલબ વચ્ચે રમાશે.

રોમાંચક મેચને દિલધડક બનાવી

રોમાંચક ક્રિકેટ મેચમાં vtvgujarari.comના સ્ટીકર વાળા બેટથી ચોગ્ગા છક્કા ફટકાર્યા હતા. વેલીયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરા, રિચિ શુક્લા, સલમાન પઠાણ અને જયેશ વસાવાએ આ રોમાંચક મેચને દિલધડક બનાવી હતી. કલબ ચેમ્પિયનશીપમાં આ વખતે વેલીયન્ટ ના ક્રિકેટર એવા વિશાલ પાઠક, સહદેવસિંહ સોલંકી, રિષભ કરોશિયા, હરીશ શર્મા અને ફરાઝ પઠાણ પણ રમ્યા હતા.

આ ચેમ્પિયનશીપની આ 3જી સિઝન  

વેલીયન્ટ ક્રિકેટ ટીમ ઇન્ટરનલ ટુર્નામેન્ટ એટલે કલબ ચેમ્પિયનશીપ ટી 20 જે #CCT20 તરીકે પ્રખ્યાત બની છે જેમાં વેલીયન્ટના 8 ક્લબો વચ્ચે 2 ગ્રુપ પાડીને રમાવડવામાં આવી હતી. હવે બંને ગ્રુપની ટોપ ટિમો વચ્ચે ફાઇનલ રમાઇ રહી છે. આ વર્ષે કલબ ચેમ્પિયનશીપની 3જી સિઝન છે, જેમાં 8 કલબ દરેક ટીમ ને 3-3 લીગ મેચ રમી હતી. CCT20ની બધી જ મેચો SRPF ક્રિકેટ ગ્રાઉન્ડ વડોદરામાં રમાઈ છે. 

કયા કયા ગ્રૃપ વચ્ચે ક્રિકેટનો જંગ જામ્યો હતો.  

ગ્રૃપ  'A'માં સામેલ ગ્રૃપ
સલમાન પઠાણ ક્રિકેટ કલબ 
સહદેવસિંહ સોલંકી ક્રિકેટ કલબ 
સિયોન સ્પોર્ટ્સ ક્રિકેટ કલબ એ 
હરીશ શર્મા ક્રિકેટ કલબ   

ગ્રુપ 'B'માં સામેલ ગ્રૃપ
સંતોષકુમાર શુકલા એ  
બી,એસ કે ક્રિકેટ કલબ  
સિયોન સ્પોર્ટ્સ ક્રિકેટ કલબ બી 

સંકળાયેલા મુદ્દાઓ

CCT20 Chetan Sharma Cricket Final Match Internal Tournament Championship 2019 Sports News Valiant Cricket Team ક્રિકેટ ફાઈનલ મેચ Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ