બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / વડોદરાના સમાચાર / Vadodara Municipal Corporation officers have expensive phones

વડોદરા / પ્રજાનાં પૈસે તાગડધિન્ના! રસ્તાના ઠેકાણાં નહીં ને મહાનગરપાલિકાનાં સત્તાધીશો પાસે સવા લાખનાં ફોન!

Published By: Dhruv

Last Updated: 09:25 PM, 26 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા મહાનગરપાલિકાનાં સત્તાધીશો ફરી એક વાર વિવાદમાં આવ્યાં છે. આ વખતે વિવાદ છે મોંઘાદાટ આઈફોનની ખરીદીનો. એક તરફ વડોદરાનાં વિકાસ કાર્યો નાણાંનાં અભાવે વિરામ હેઠળ છે. રોડ રસ્તા રિપેર કરવામાં ઠાગાઠૈયાં કરાઈ રહ્યાં છે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત પગાર નથી ચૂકવાઈ રહ્યો તો બીજી તરફ સત્તાધીશો વિકાસને ગત આપવાના નામે મોંઘા ફોન ખરીદી રહ્યાં છે. ત્યારે જોઈએ આ અંગેનો અહેવાલ.

  • શહેરનાં વિકાસને નામે સત્તાધીશોની લીલા લહેર
  • વડોદરા પાલિકામાં ફોન ખરીદીમાં વિપક્ષે વધાર્યુ તિજોરી પરનું ભારણ
Vadodara Municipal Corporation
વડોદરા મહાનગરપાલિકા

વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation) રાજમહેલ જેવા લાગતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના રોડ રસ્તાઓ ઠેર-ઠેર ઉબડખાબડ રસ્તાઓ અને ગટર વ્યવસ્થાનાં ખોરંભે ચડેલા કામોથી નાગરિકો પરેશાન છે. તમને આ હાલત જોઈને લાગશે કે, સ્માર્ટ સિટીનો વિકાસ અહીં અટકી ગયો લાગ્યો છે. પરંતુ સાવ એવું નથી. શહેરનો વિકાસ ભલે નાણાંનાં અભાવે થંભી ગયો હોય પરંતુ વડોદરા મહાનગર પાલિકાનાં સત્તાધીશોનો વિકાસ થંભ્યો નથી. તેઓ આજે પણ સવા લાખની કિંમતનાં મોબાઈલ (Mobile) ખરીદી શકે છે.

વડોદરાનાં ડેપ્યુટી મેયર જીવરાજભાઈ ચૌહાણ તેમના હાથમાં દેખાતા આ આઈફોનની કિંમત રૂ. 1 લાખ 1 હજાર છે. આ આઈફોન તેમણે વર્ષ 2018માં ખરીદ્યો હતો. જ્યારે પત્રકારોએ ડેપ્યુટી મેયરને આવા મોંઘા ફોન ખરીદવાનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું વિકાસ સાથે તાલમેલ જાળવી રાખવા આવા ફોન પણ જરૂરી છે.

એક તરફ વડોદરામાં લોકોને ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું, રસ્તા પર ખાડા જ ખાડા છે, લોકોને પ્રાથમિક સુવિધા નથી મળી રહી ત્યારે પ્રજાના રૂપિયા તાગડ ધિન્ના કરવાનો અધિકાર શાસક, વિપક્ષ કે અધિકારીઓને કોણે આપ્યો તે સવાલ ઉઠી રહ્યો છે. અરે ત્યાં સુધી કે મહાનગરપાલિકાનાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિક પગાર ચૂકવાતો નથી. જાહેર કરાયેલી કેશડોલ્સ ચૂકવવામાં ઢીલીનિતી અપનાવાઈ રહી છે. ત્યારે સત્તાધીશો મોંઘા ફોન ખરીદીને જાણે જનતાની મજાક કરી રહ્યાં છે.
 

Vadodara Municipal Corporation
વડોદરા મહાનગરપાલિકા

વડોદરા કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ હાલમાં ડામાડોળ છે તેમ છતાં મેયર, ડેપ્યુટી મેયર, વિપક્ષ નેતા, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અમલદાર, આઈટી ડાયરેકટર સહિતના અધિકારીઓ એપલ કંપનીનાં 80 હજારથી લઈને સવા લાખ રૂપિયા સુધીનાં ફોન ખરીદીના બીલ પાલિકામાં મુક્યાં છે. મેયર જીગીશાબેન શેઠે 89 હજારનો આઈફોન વર્ષ 2018માં ખરીદયો, તો ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણે પણ 1.1 લાખનો આઈફોન વર્ષ 2018માં ખરીદ્યો.

વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે તો એક નહીં પરંતુ બે ફોન ખરીદ્યાં જેમાં એક ફોન વર્ષ 2017માં 82 હજારનો જયારે બીજો ફોન વર્ષ 2019માં 1.24 લાખનો ખરીદ્યો. વિપક્ષ નેતાએ પહેલો ફોન માત્ર બે જ વર્ષમાં કોર્પોરેશનને પરત કરી બીજો ફોન સૌથી મોંઘો 1.24 લાખમાં ખરીદી પાલિકામાં રેકોર્ડ બનાવ્યો. ફોન ખરીદીનો વિવાદ ઉભો થયો તો મેયરે પણ એ વાત કહી કે ઝડપી વિકાસ માટે આવાં ફોન પણ જરૂરી છે.

મહત્વની વાત એ છે કે વિપક્ષની ભૂમિકા હોય છે કે શાસક પક્ષ કંઈ ખોટું કરે તો તેનો વિરોધ કરવો, પ્રજાની વચ્ચે ખોટા નિર્ણયને લઈ જવો પરંતુ વડોદરા પાલિકામાં ફોન ખરીદીમાં શાસક કરતા વિપક્ષે જ તિજોરી પર સૌથી વધુ ભારણ વધાર્યું હોવનું સામે આવ્યું છે. ત્યારે મતદાતા કોના પર વિશ્વાસ મુકે તે સવાલ હાલ ઉઠી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mobile Phone Municipal Corporation VTV vishesh VTV વિશેષ expensive phones gujarat vadodara મોંઘા મોબાઇલ ફોન vadodara

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ