બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Vadodara city BJP president termed the allegations made by Jyotiben Pandya as baseless

રાજનીતિ / કેમ ગુજરાત ભાજપે ડૉ. જ્યોતિબેનને કાઢ્યા? અંદરખાને શું રંધાયું, ગંભીર આક્ષેપોમાં કેટલો દમ

Dinesh

Last Updated: 10:38 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara news: જ્યોતિબેન પંડ્યાએ કરેલા આક્ષેપોને વડોદરા શહેર ભાજપ પ્રમુખે પાયાવિહોણા ગણાવીને ટિકિટ ન મળવાથી નારાજગીનો તેમનો વ્યક્તિગત વિષય હોવાનુ જણાવ્યુ હતુ

ભાજપે વડોદરા લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટને સતત ત્રીજી ટર્મ માટે ટિકિટ આપતા પક્ષમાં અસંતોષ શરૂ થયો છે. મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ.જ્યોતિબેન પંડ્યાએ રંજનબેન ભટ્ટની પસંદગી મામલે વિરોધ નોંધાવી ગંભીર આક્ષેપ કર્યા હતા. જો કે તેઓ માધ્યમો સમક્ષ બળાપો ઠાલવે તે પહેલાં પક્ષે તમામ હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરતા વડોદરાનુ રાજકારણ ગરમાયુ છે. 

ડૉ.જ્યોતિબેન પંડ્યા શું આક્ષેપ કર્યા
ભાજપે લોકસભા બેઠકના ઉમેદવારોની બીજી યાદી જાહેર કર્યા બાદ વડોદરામાં ભડકો થયો છે. વડોદરા બેઠક પર સતત ત્રીજી ટર્મ માટે રંજનબેન ભટ્ટની પસંદગી કરવામાં આવતાં ભાજપમાં ભાંજગડ શરૂ થઈ છે. સિનિયર અને મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ.જ્યોતિબેન પંડ્યાએ માધ્યમો સમક્ષ જાહેરમાં બળાપો ઠાલવતા પક્ષની શિસ્તના લીરેલીરા ઉડ્યા છે. જ્યોતિબેન પંડ્યાએ રંજનબેન ભટ્ટને ટિકિટ આપવા બાબતે સવાલો ઉઠાવી ગંભીર આક્ષેપો કર્યા હતા. જે સાંસદને આખુ શહેર પસંદ કરતુ ન હોવા છતાં પસંદગી કરવા બદલ પક્ષની નેતાગીરી સામે પ્રશ્નો કર્યા હતા.   

શહેર ભાજપ પ્રમુખે શું કહ્યું ?
વડોદરા લોકસભા બેઠક પર રંજનબેન ભટ્ટને ટિકિટ આપવા બાબતે ડો.જ્યોતિબેન પંડ્યાએ પક્ષની મોવડી મંડળ સમક્ષ રજૂઆત કરી હતી. મોવડી મંડળ તરફથી હકારાત્મક પ્રતિસાદ નહી મળતા માધ્યમો સમક્ષ પોતાનો બળાપો ઠાલવવા પત્રકાર પરિષદનુ આયોજન કર્યુ હતુ. પત્રકાર પરિષદ કરીને નારાજગી વ્યક્ત કરે તે પહેલાં જ્યોતિબેનને તમામ હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યોતિબેન પંડ્યાએ કરેલા આક્ષેપોને વડોદરા શહેર ભાજપ પ્રમુખે પાયાવિહોણા ગણાવીને ટિકિટ ન મળવાથી નારાજગીનો તેમનો વ્યક્તિગત વિષય હોવાનુ જણાવ્યુ હતુ.

ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે આક્ષેપ
લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ભરતી અભિયાન ચાલુ કરતા કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસ છોડો યાત્રા શરૂ કરી છે. કોંગ્રેસના ધૂરંધર નેતાઓએ ભાજપનો ખેસ પહેરતા સંગઠન પડી ભાગ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. તેવા સમયે વડોદરા લોકસભા બેઠકમાં ભાજપની ભાંજગડ શરૂ થતા કોંગ્રેસે ભાજપના બળતામાં ઘી હોમવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતાએ જ્યોતિબેનને સસ્પેન્ડ કરવાની બાબતને નારીશક્તિનુ અપમાન ગણાવી ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે આક્ષેપ કર્યા હતા.

Upheaval in Gujarat politics, veteran leader suspended from BJP, due to which CR Patil took action


  
વડોદરા શહેરના વિકાસ પર સવાલ
વડોદરા લોકસભા બેઠક માટે દાવેદારી કરનાર ડો.જ્યોતિબેન પંડ્યાને ટિકિટ નહી મળતા વ્યક્ત કરેલી નારાજગીમાં મુખ્યમંત્રીએ વડોદરા શહેરના વિકાસ બાબતે કરેલી ટકોર ચર્ચાનો વિષય બની છે. 3 માર્ચ 2024 ના રોજ વડોદરા જિલ્લાના વિકાસકામોના લોકાર્પણ દરમિયાન મુખ્યમંત્રીએ જાહેર મંચ ઉપરથી અમદાવાદ અને સુરતનુ ઉદાહરણ આપી વડોદરા શહેરનો વિકાસ નહી થવા બાબતે સવાલ ઉઠાવ્યો હતો.

વાંચવા જેવું: ભ્રષ્ટાચારીનું આવી બન્યું: વર્ગ-3ના કર્મચારીઓ માટે કેમ કરાયો 'મિલકત જાહેર'નો આદેશ, ગેરરીતિ અટકશે?

અસંતોષની ચીનગારી
લોકસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસ અને AAPના નેતાઓને પક્ષમાં જોડીને ભાજપે બંને પક્ષના નેતાઓનો નૈતિક જુસ્સો ભલે તોડી નાંખ્યો છે એટલે સ્વભાવિક છે કે ભાજપમાં તો ખુલીને અસંતોષ વ્યક્ત કરવાની કોઈ નેતાની હિંમત રહી નથી. તેવામાં વડોદરામાં ડૉ.જ્યોતિબેન પંડ્યાએ રંજનબેન ભટ્ટની પસંદગી સામે સવાલ ઉઠાવીને ગંભીર આક્ષેપો કરતા પક્ષનુ મોવડી મંડળ પણ ચોંકી ઉઠ્યુ છે. ત્યારે વડોદરાથી ઉઠેલી અસંતોષની ચીનગારી શમી જાય છે કે પછી મોટું સ્વરૂપ ધારણ કરે છે તે જોવુ રહ્યું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ