બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Vadodara Alkapuri Govardhannathji Haveli Mukhiya son missing for 6 days
વડોદરા: શહેરના અલકાપુરી ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાનો પુત્ર 6 દિવસથી ગુમ છે. પોલીસે 15 વર્ષીય સગીરને શોધવા માટે તપાસ હાથ ધરી છે. પોલીસ ગુમ સગીરને શોધવા માટે દિવસ રાત એક કરી રહી છે, પણ હજુ સુધી 15 વર્ષીય સગીરની કોઈ ભાલ મળી રહી નથી.
ADVERTISEMENT
ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયા જગદીશ જોશીનો 15 વર્ષનો પુત્ર જય જોશી અચાનક ગાયબ થઈ જતાં પરિવાર ચિંતિત બન્યો છે. દીકરો ગુમ થઈ જતા આખા પરિવારની હાલત કફોડી છે. દીકરો ગુમ થઈ જતા માતાપિતાનાં આંસુ સુકાતા નથી, તો એની બહેન પણ ભાઈના પાછા આવવાની રાહ જોઈ રહી છે. એક તરફ પોલીસ બાળકોને શોધવા માટે દિવસ રાત એક કરી રહી છે ત્યારે બીજી તરફ માતાએ અન્નજળનો ત્યાગ કરી દીધો છે.
ADVERTISEMENT
15 વર્ષીય સગીર જય જોશીના લાપતા થતા પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પરિવારના જણાવ્યા પ્રમાણે, સગીરે વૈરાગ્યની વાત કરી હતી, જેથી પરિવારને આશંકા છે કે એ ભક્તિના માર્ગે વળી ગયો છે. જેથી પોલીસે રાજસ્થાનના શ્રીનાથજી મંદિરને પણ આ અંગે જાણ કરી છે. આ સમગ્ર કેસમાં પિતાએ પોલીસને જણાવ્યું કે એમના દીકરાએ વૈરાગ્યની વાત કરી હતી, જેને લઈને પિતાએ તેને ઘર ન છોડવા માટે સમજાવ્યો હતો. પિતાએ સમજાવ્યા છતાં ઘર છોડી દેતાં 15 વર્ષના પુત્રની શોધખોળ હાથ ધરવામાં આવી છે. લાપતા સગીરને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. લાપતા સગીરના પરિવારને લાગે છે કે એ કોઈ આશ્રમ કે કોઈ ધાર્મિક સ્થળે જઈને ભક્તિ કરતો હશે.
વધુ વાંચો: હરણી લેક દુર્ઘટનાનો મામલો, ભોગ બનનાર પરિવારે હાઇકોર્ટમાં ચાલતી સુઓમોટો અરજી પર વધુ એક અરજી કરી
ADVERTISEMENT
લાપતા સગીર જય જોશીના પિતા જગદીશ જોશીએ કહ્યું કે એમને લાગે છે કે એમનો દીકરો આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે અને એ કોઈ આશ્રમ કે કોઈ ધાર્મિક સ્થળે જઈને ભક્તિ કરતો હશે એવી મને આશંકા છે. માતાએ પણ અન્નજળનો ત્યાગ કરી દીધો હોવાને કારણે તેની તબિયત પણ લથડી રહી છે. પિતાએ રડતા રડતા કહ્યું કે દીકરા ઘરે પાછો આવી જા. કોઈ તને કઈ જ નહીં કહે. તને જે કરવું હોય એ કરવા દઈશું. તારી મમ્મી ખાતી નથી, પીતી નથી, એની તબિયત બગડી રહી છે. તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.