બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO: એક આંચકામાં જિંદગી ખલ્લાસ! મિત્રો સાથે હસી મજાક કરતા વેપારીને હાર્ટ એટેક, થયું મોત
Last Updated: 09:50 AM, 17 January 2025
કાસગંજમાં એક સોના ચાંદીનાં વેપારીની 16 સેકન્ડમાં મૃત્યું થઈ ગયું હતું. અભિષેક મહેશ્વરીનાં પુત્ર રજનેશ મહેશ્વરી (ઉ.વર્ષ.43) ને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. મૃત્યુનાં 10 મિનિટ પહેલા તેણે દુકાનમાં ચા અને બિસ્ટિકટ ખાધા હતા. ત્યારે અભિષેક મહેશ્વરીને કોઈ રોગ ન હોવાનું પણ સામે આવ્યું હતું. તેમજ બિલરામ ગેટ સ્થિત સોના ચાંદીની દુકાનનાં માલિક અભિષેક શર્માનું 9 જાન્યુઆરીનાં રોજ અવસાન થયું હતું. જેનો વીડિયો ગુરૂવારે સામે આવ્યો હતો.
ADVERTISEMENT
દુકાનમાં લગાવવામાં આવેલ સીસીટીવી ફૂટેજ જોતા જાણવા મળ્યું હતું કે, અભિષેક શર્મા તેની દુકાન પર ગ્રાહકો સાથે વાત કરી રહ્યો હતો. તે દરમ્યાન તે ખુસી પરથી થોડો દૂર ખસે છે તેમજ તે છાતી પર હાથ મૂક્યા બાદ અચાનક જ બેભાન થઈ ઢળી પડે છે. આશ્ચર્યની વાત છે કે કાર્ડિયાક એટેકની માત્ર 16 સેકન્ડમાં જ તેનું મોત થઈ ગયું હતું.
ADVERTISEMENT
VIDEO: મિત્રો સાથે હસી મજાક કરતા વેપારીને હાર્ટ એટેક, થયું મોત#goldandSilverTrader #KasganjTrader #UttaPradeshNews pic.twitter.com/z9WPrN91dE
— news (@v181989) January 17, 2025
ઘટના સમયે દુકાન પર હાજર લોકોએ અભિષેકને બચાવવાનો તમામ પ્રયાસ કર્યો હતો. તેણે તરત જ CPR આપવાનો પ્રયત્ન કર્યો અને હાથ-પગની માલિશ પણ કરી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. અભિષેક મહેશ્વરીની પત્નીનું નામ ગરિમા મહેશ્વરી છે. બે બાળકો છે. એક પુત્ર નિકુંજ મહેશ્વરી ઉંમર 18 વર્ષ અને પુત્રી ભવ્યા મહેશ્વરી 13 વર્ષ.
આ ઘટના જ્યારે બની ત્યારે દુકાન પર હાજર લોકોએ અભિષેકને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ હાજર લોકો દ્વારી સીપીઆર આપવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ હાથ-પગની માલિશ પણ કરી હતી. તેમજ અભિષેકને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ સમાચાર અભિષેક મહેશ્વરીની પત્ની ગરિમાને મળતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. અભિષેકને પરિવારમાં બે બાળકો છે. જેમાં એક પુત્ર નિકુંજ મહેશ્વરી (ઉ.18) અને પુત્રી ભવ્યા (ઉ.13).
કાર્ડિયક અરેસ્ટ શું છે?
જ્યારે વ્યક્તિના હૃદયની ધડકન રોકાઇ જાય અને આ નળી શરીરના અન્ય ભાગો સુધી લોહી ન પહોંચાડી શકે તેવી સ્થિતિને કાર્ડિયક અરેસ્ટ કહેવામાં આવે છે.
કાર્ડિયક અરેસ્ટ આવવા પર શું થાય છે?
જ્યારે વ્યક્તિ કાર્ડિયક અરેસ્ટ આવે છે ત્યારે મિનિટોમાં જ તે વ્યક્તિ બેભાન થઇ જાય છે. જો તેને તરત જ સારવાર ન મળે તો તેનુ મૃત્યુ પણ થઇ શકે છે.
કાર્ડિયક અરેસ્ટ આવવાનું કારણ?
કાર્ડિયક અરેસ્ટ ક્યારેય કોઇને પણ આવી શકે છે. ઘણી વખત હાર્ટ એટેક પણ તેનું કારણ હોય શકે છે. આ ઉપરાંત હૃદયની માંસપેશિઓ નબળી હોય તો પણ કાર્ડિયક અરેસ્ટનો શિકાર થઇ શકાય છે.
હાર્ટ એટેક શું છે?
હાર્ટ એટેક કાર્ડિયક અરેસ્ટથી અલગ છે અને હાર્ટ એટેક કરતા કાર્ડિયક અરેસ્ટ વધુ ખતરનાક છે. જ્યારે વ્યક્તિના હૃદય સુધી લોહી પહોંચાડનારી નળીઓમાં કોઇ અળચણ આવે ત્યારે નળીઓ 100 ટકા બ્લોક થાય છે, તેવી સ્થિતિમાં વ્યક્તિને હાર્ટ એટેક આવે છે.
હાર્ટ એટેક આવવાનું કારણ?
હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ ખરાબ લાઇફસ્ટાઇલ હોય શકે છે. જો તમારી જીવનશૈલી ઠીક નથી તો હાર્ટને લગતી ગંભીર બીમારીઓ ઝડપથી તમારી પાસે આવી શકે છે. આજકાલ લોકોનું ખાનપાન,અપૂરતી ઊંઘ, કસરત ન કરવી વગેરે હાર્ટ એટેક આવવાના સામાન્ય કારણ હોઇ શકે છે.
કાર્ડિયક અરેસ્ટ અને હાર્ટ એટેકથી બચવાની રીતઃ
એક્સપર્ટનું કહેવુ છે કે, કાર્ડિયક અરેસ્ટથી બચવા માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ રાખો, યોગ્ય આહારનું સેવન કરો, રોજ કસરત કરો, વજનને કંટ્રોલમાં રાખો, તણાવ મુક્ત રહો, સ્મોકિંગ-આલ્કોહોલનું સેવન ના કરો, નિયમિત ડોક્ટર પાસે રુટિન ચેકઅપ કરાવો વગેરે જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટને લગતી બીમારીઓથી બચી શકાય છે.
વધુ વાંચોઃ મહાકુંભમાં લાપરવાહી! શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષામાં મોંડું થતાં ફરિયાદ દાખલ, જાણો મામલો
જો કોઇને કોઇ કોરોનરી આર્ટરી ડિસીઝ અથવા અન્ય કોઇ હૃદયને લગતી બીમારી હોય તો નિયમિત રીતે ડોક્ટર પાસે ચેકઅપ કરાવો. જો કોઇ કાર્ડિયક અરેસ્ટ આવી ચુક્યો છે, તો ઇમ્પ્લાંટેબલ કાર્ડિયોવર્ટર ડિફાઇબ્રિલેટર ઘર પર રાખો જેનાથી બીજો કાર્ડિયક અરેસ્ટનું જોખમ ઘટાડી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.