બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અડધી રાત્રે દિલ્હી AIIMS પહોંચ્યા રાહુલ ગાંધી, ફૂટપાથ પર સૂતેલા દર્દીના પરિવારજન સાથે કર્યો સંવાદ
Last Updated: 08:08 AM, 17 January 2025
Rahul Gandhi Delhi AIIMS : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હી AIIMSની મુલાકાત લીધી હતી. વિગતો મુજબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મધરાત્રે સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને મળ્યા હતા અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. આ મુલાકાત પછી કોંગ્રેસ નેતાએ કેન્દ્ર અને દિલ્હી સરકાર પર દર્દીઓ પ્રત્યે 'સંવેદનશીલતા' બતાવવાનો આરોપ લગાવ્યો.
ADVERTISEMENT
राहुल आपके हैं pic.twitter.com/7HqHI6bheY
— Congress (@INCIndia) January 16, 2025
રાહુલ ગાંધીની આ મુલાકાતની તસવીરો કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે. ફોટોની સાથે લખવામાં આવ્યું હતું કે, 'દૂર દૂરથી સારવાર માટે આવેલા લોકો અહીં રસ્તા, ફૂટપાથ અને સબવે પર સૂવા માટે મજબૂર છે. મોદી સરકાર અને દિલ્હી સરકારે તેમને તેમના ભાગ્ય પર છોડી દીધા છે. તેણે પોતાની જવાબદારીમાંથી પીઠ ફેરવી લીધી છે.
ADVERTISEMENT
नेता विपक्ष श्री @RahulGandhi ने दिल्ली AIIMS के बाहर मरीजों और उनके परिवार से मुलाकात की।
— Congress (@INCIndia) January 16, 2025
दूर-दराज से इलाज के लिए आए लोग यहां सड़कों, फुटपाथ और सबवे पर सोने को मजबूर हैं।
मोदी सरकार और दिल्ली की सरकार ने इन्हें अपने हाल पर छोड़ रखा है। अपनी जिम्मेदारी से मुंह मोड़ रखा है। pic.twitter.com/YsGPq0t57y
શું કહ્યુ કોંગ્રેસે ?
ADVERTISEMENT
કોંગ્રેસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આગળ લખ્યું, સારવાર માટે મહિનાઓ સુધી રાહ જોવી, અસુવિધા અને સરકારની અસંવેદનશીલતા - આ આજે દિલ્હી AIIMSની વાસ્તવિકતા છે. પરિસ્થિતિ એવી છે કે, દૂરદૂરથી પોતાના પ્રિયજનોની બીમારીનો બોજ ઉઠાવીને આવેલા લોકોને શિયાળાની આ કડકડતી ઠંડીમાં ફૂટપાથ અને સબવે પર સૂવાની ફરજ પડી છે.
ADVERTISEMENT
રાહુલે ઈન્સ્ટાગ્રામ પર હિન્દીમાં એક પોસ્ટ કરીને કહ્યું, 'આજે હું એઈમ્સની બહાર એવા દર્દીઓ અને તેમના પરિવારોને મળ્યો, જેઓ સારવારની શોધમાં દૂર-દૂરથી આવ્યા છે. સારવાર માટે જતી વખતે તેઓને રસ્તા, ફૂટપાથ અને સબવે પર સૂવાની ફરજ પડે છે. ઠંડી જમીન, ભૂખમરો અને અગવડ વચ્ચે દર્દીઓએ આશાની જ્યોત જલાવી રાખી છે. કેન્દ્ર અને દિલ્હી બંને સરકારો જનતા પ્રત્યેની તેમની જવાબદારીઓ નિભાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.