બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:21 PM, 8 June 2026
પૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન TMC સાંસદ યુસુફ પઠાણના બંગલાની વિવાદિત જગ્યાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં એક મહત્વપૂર્ણ સુનવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનવણી દરમિયાન કોર્ટે વિવાદિત સરકારી જમીન પર કરાયેલા કથિત કબજાને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે યુસુફ પઠાણના વકીલ અને તેમની સામે આકરા સવાલોનો મારો ચલાવતા સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું હતું કે, સરકારી તંત્ર દ્વારા જમીન આપવાની ફક્ત એક પ્રાથમિક દરખાસ્ત જ કરવામાં આવી હતી, તો પછી તમે તેના પર કાયદેસરની મંજૂરી મળ્યા વગર સીધો જ કબજો કઈ રીતે કરી લીધો?
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુજરાત હાઇકોર્ટે આ બાબતને અત્યંત ગંભીર ગણાવતા યુસુફ પઠાણને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, આ વિવાદિત જમીનને સત્વરે અને તાત્કાલિક ખાલી કરી દો, નહીં તો તમે કાયદાકીય રીતે મોટા આર્થિક દંડને પાત્ર થશો. કોર્ટે ટકોર કરતા વધુમાં ઉમેર્યું હતું કે, સત્તાવાર મંજૂરી વગર કોઈપણ સરકારી કે કોર્પોરેશનની જગ્યા પર આ રીતે પઝેશન લઈ લેવું એ કાયદાની દ્રષ્ટિએ એક ગંભીર ગુનો છે. ત
ADVERTISEMENT
મે કોઈ સામાન્ય કે અભણ નાગરિક નથી. તમે દેશ વતી રમી ચૂકેલા એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છો અને વર્તમાન સમયમાં દેશની સંસદના સભ્ય છો, તેથી એક આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી અને ક્રિકેટર પાસે કાયદાના પાલનની બાબતમાં આવી બેજવાબદાર વર્તણૂકની અપેક્ષા બિલકુલ રાખી શકાય નહીં.
ADVERTISEMENT
હાઇકોર્ટે આ કેસની ગંભીરતાને જોતા અંતિમ અલ્ટીમેટમ આપતા સ્પષ્ટ હુકમ કર્યો છે કે, જો તમે જાતે આ વિવાદિત સરકારી જમીન ખાલી નહીં કરો, તો કોર્ટ સંબંધિત ઓથોરિટી (સત્તાવાળાઓ) ને કાયદાકીય બળપ્રયોગ કરીને તે જગ્યાનું પઝેશન (કબજો) પરત લેવાનો કડક હુકમ આપશે. પાર્થ નામના અરજદાર કે કાયદાકીય બાબતો સાથે જોડાયેલી આ વિવાદિત સુનવણી બાદ હવે પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. એક લોકપ્રતિનિધિ તરીકે ગેરકાયદેસર કબજાના આક્ષેપો અને કોર્ટની આવી આકરી ફટકાર બાદ હવે યુસુફ પઠાણ આ વિવાદિત જગ્યા મુદ્દે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.