બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વાહન ચાલકો જાળવજો! હવે અમદાવાદનો આ બ્રિજ બન્યો જોખમી! સળિયા દેખાયા- પોપડા ઉખડ્યા
Last Updated: 09:35 PM, 8 June 2026
Ahmedabad Paldi Jalaram Underpass: અમદાવાદના પાલડી જલારામ અંડરપાસમાં સળિયા દેખાતા અકસ્માત થવાની દહેશત છે. બ્રિજની ઉપરના ભાગે પણ પોપડા ઉખડ્યા છે.
ADVERTISEMENT
પાલડી જલારામ અંડરપાસની ઉપરના ભાગે પોપડાનો ભાગ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે. અંડરપાસમાંથી અનેક ટુ વ્હીલર ચાલકો અને વાહનો પર પોપડા નીચે પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. બ્રિજમાં ગુણવત્તાના બાંધકામના કારણે રોડ પર સળિયા દેખાયા છે. AMC દ્વારા હલકી ગુણવત્તાનું રીપેરીગ કરાયું હોવાની શંકા લોકો વ્યક્ત કરી રહ્યા છે.

ADVERTISEMENT
સળિયા દેખાતા હોવા છતાં યોગ્ય રિસરફેસ કરવામાં આવ્યું નહીં હોવાથી નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે. અગાઉ પણ અંડર પાસમાં સળિયા દેખાયા હતા તેમ છતાં પણ યોગ્ય કામગીરી નહીં કરાતા રોષ પ્રસર્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદ / નવા વાડજની શ્યામ હાઈટ્સ સ્કીમનું RERA રજિસ્ટ્રેશન સસ્પેન્ડ, બુકિંગ અને વેચાણ પર પ્રતિબંધ
ADVERTISEMENT
નોધનીય છે કે, અમદાવાદમાં અન્ડરપાસની સુરક્ષા અને તાજેતરમાં જાહેર કરાયેલી નોટિસોને લઈને ઉઠેલા પ્રશ્નો વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાનીએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી નોટિસોનો હેતુ જવાબદારી ટાળવાનો નહીં, પરંતુ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.