બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / PM મોદીની સુરક્ષામાં ચૂકનો કેસ: આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમ લાગી, કિસાન નેતાઓ આક્રોશમાં
Last Updated: 11:44 PM, 16 January 2025
ત્રણ વર્ષ પહેલા પીએમ નરેન્દ્ર મોદીની ફિરોઝપુર મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામી સર્જાવાના કેસમાં હવે પોલીસે નવી કાર્યવાહી કરી છે . આ કેસમાં આરોપીઓ સામે હત્યાના પ્રયાસની નવી કલમ ઉમેરવામાં આવી છે. આ કેસમાં 25 ખેડૂતોને આરોપી બનાવવામાં આવેલા છે. . તેમની માંગણીઓ માટે એકઠા થયેલા ખેડૂતોએ પીએમ મોદીના કાફલાને અટકાવી દીધો હતો. પોલીસની નવી કાર્યવાહીને લઈને ખેડૂત આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખનૌરીમાં ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે જાહેરાત કરી છે કે જો પોલીસ કોઈપણ ખેડૂતની ધરપકડ કરવાનો પ્રયાસ કરશે તો તેઓ તેનો સખત વિરોધ કરશે.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરી, 2022ના રોજ ફિરોઝપુર જવાના હતા, પરંતુ મોગા-ફિરોઝપુર રોડ પર ખેડૂતોના સંગઠનોએ તેમના કાફલાને અટકાવી દીધો હતો. તે સમયે પોલીસે રસ્તો રોકવાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, પરંતુ હવે સામે આવ્યું છે કે પોલીસે ભારતીય કિસાન યુનિયન (ક્રાંતિકારી)ના પ્રદેશ પ્રમુખ સહિત 25 ખેડૂતો સામે હત્યાના પ્રયાસની કલમ 307 હેઠળ ગુનો નોંધ્યો છે.
ધરપકડ કરાશે તો ઉગ્ર વિરોધ પ્રદર્શનની ચેતવણી
ADVERTISEMENT
આ એફઆઈઆર નોંધાયા બાદ ખનૌરીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે જાહેરાત કરી હતી કે, પંજાબ પોલીસ દ્વારા કોઈપણની ધરપકડ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો ખેડૂતો તેનો ઉગ્ર વિરોધ કરશે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને સુપ્રીમ કોર્ટના દબાણ હેઠળ કામ કરીને પંજાબ સરકારે પોલીસેને એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. FIR નોંધવામાં આવી ત્યારે જ જાન્યુઆરી 2022 માં જ, ગંભીર કલમો ઉમેરવામાં આવી હતી. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે કમલજીત સિંહ નામના વ્યક્તિએ વડાપ્રધાનના કાફલાને રોકવાના કેસમાં ફિરોઝપુર કોર્ટમાં જામીન અરજી દાખલ કરી. સેશન્સ કોર્ટે અરજી ફગાવી દીધા બાદ આ કેસની માહિતી પ્રકાશમાં આવી હતી .
ખેડૂત નેતાઓનો સવાલ , ન મારપીટ- ન ઝપાઝપી તો પછી હત્યાની કલમ કેમ ?
ખેડૂત નેતાઓએ કહ્યું કે 5 જાન્યુઆરીએ જ્યારે વડાપ્રધાન ફિરોઝપુરમાં આયોજિત ભારતીય જનતા પાર્ટીની રેલીમાં ભાગ લેવાના હતા ત્યારે તેમની પાસે રોડ માર્ગે જવાનો કોઈ પ્લાન નહોતો. પરંતુ ખરાબ હવામાનના કારણે વડાપ્રધાનને કડક સુરક્ષા હેઠળ મોગા-ફિરોઝપુર રોડ થઈને રોડ માર્ગે લઈ જવામાં આવી રહ્યા હતા. રસ્તામાં ખેડૂતો પહેલાથી જ વડાપ્રધાનની પંજાબ મુલાકાતને લઈને વિરોધ કરી રહ્યા હતા અને આ વિરોધને કારણે વડાપ્રધાનનો કાફલો થોડો સમય માટે રોકાઈ ગયો હતો. આ દરમિયાન કોઈ ખેડૂતે વિરોધ કર્યો ન હતો અને થોડો સમય રોકાઈને કાફલો પરત ફર્યો હતો. જ્યારે કોઈની સાથે મારપીટ કે ઝપાઝપી થઈ નથી તો પોલીસ ખેડૂતો સામે હત્યાના પ્રયાસનો ગુનો કેવી રીતે નોંધી શકે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ખેડૂતો પ્રત્યે ખૂબ જ કઠોર વલણ અપનાવ્યું છે,
રોડ ટ્રાફિક જાળવવાની જવાબદારી જે પોલીસ અધિકારીઓ કે વહીવટી અધિકારીઓનીઃ ખેડૂત નેતા
ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, રોડ ટ્રાફિક જાળવવાની જવાબદારી જે પોલીસ અધિકારીઓ કે વહીવટી અધિકારીઓને આપવામાં આવી હતી તેમની સામે પગલાં લેવાને બદલે ખેડૂતોને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન મોદી ભારત-પાકિસ્તાન સરહદથી માત્ર 7 કિલોમીટર દૂર ફસાયેલા હતા.
5 જાન્યુઆરી, 2022 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને પંજાબના ફિરોઝપુરમાં રસ્તાની વચ્ચે અટકાવવામાં આવ્યો હતો. હુસૈનીવાલા બોર્ડરથી 30 કિલોમીટર દૂર પ્રદર્શનકારીઓના કારણે પીએમના કાફલાને લગભગ 20 મિનિટ સુધી અસુરક્ષિત વિસ્તારમાં રોકી દેવામાં આવ્યો હતો. ફિરોઝપુરના પ્યારે આના ગામના પુલ પર કેટલાક તોફાની તત્વોએ વડાપ્રધાનના કાફલાને અટકાવ્યો હતો અને તેમને પીજીઆઈ સેટેલાઇટ સેન્ટરનો શિલાન્યાસ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પીએમના કાફલાને રોકવો એ ગંભીર બાબત હતી. ફિરોઝપુરમાં જ્યાં પીએમનો કાફલો રોકાયો હતો તે સ્થળ ભારત-પાકિસ્તાન સરહદથી માત્ર સાત કિલોમીટર દૂર હતું. આ પછી, પીએમ રેલી સ્થળ પર આવ્યા વિના ત્યાંથી ભટિંડા એરપોર્ટ પરત ફર્યા.
આ પણ વાંચોઃ સૈફ અલી ખાન હુમલા કેસમાં કૂદયું પાકિસ્તાન, હિન્દુ-મુસ્લિમ રંગ આપવાની કોશિશ, પૂર્વ મંત્રીની કરતૂત
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.