ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / FD કરતા વધારે વ્યાજ, ઈન્કમ ટેક્સમાં 1.5 લાખની છૂટ, પોસ્ટ ઓફિસની જબરદસ્ત સ્કીમ

ફાયદાની વાત / FD કરતા વધારે વ્યાજ, ઈન્કમ ટેક્સમાં 1.5 લાખની છૂટ, પોસ્ટ ઓફિસની જબરદસ્ત સ્કીમ

Published By: Chintan Chavda

Last Updated: 11:33 PM, 3 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Post Office SCSS Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના વરિષ્ઠ નાગરિકો માટે એક સુરક્ષિત, સ્થિર અને ફાયદાકારક ઇન્વેસ્ટ વિકલ્પ છે. તે રિટાયરમેન્ટ પછી નિયમિત આવક સુનિશ્ચિત કરે છે એટલું જ નહીં પરંતુ મૂડી સુરક્ષા અને ટેક્સ બચતની પણ ખાતરી આપે છે.

ADVERTISEMENT

દરેક વ્યક્તિ તેમની કમાણીના એક ભાગની બચત કરીને તેનું એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેમના પૈસા સુરક્ષિત હોય અને તેમને ઉત્તમ વળતર મળે. આપણા દેશમાં રોકાણ કરવા માટે ઘણી યોજનાઓ છે પરંતુ તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ સાથે જ પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી ઘણી યોજનાઓ પણ ધીરે ધીરે ખૂબ જ લોકપ્રિય બની રહી છે.

money-new-logo

સરકાર દેશના વરિષ્ઠ નાગરિકો માટે એક ખાસ યોજના ચલાવી રહી છે. જેનું નામ છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (Senior Citizen Savings Scheme). આ યોજનાનો લાભ માત્ર એવા જ લોકોને મળશે, જેમની ઉંમર 60 વર્ષ કરતા વધુ છે. એટલે કે આ યોજનાનો લાભ માત્ર વરિષ્ઠ નાગરિકો જ મેળવી શક્શે.

આ યોજનામાં રોકાણ કરનારા વરિષ્ઠ નાગરિકો દર મહિને 20,000 રૂપિયા સુધીની કમાણી કરી શકે છે અને આ યોજના હેઠળ વ્યાજ દર 8.2 ટકા છે. આ કોઈપણ સરકારી યોજનામાં ઓફર કરવામાં આવતો સૌથી વધુ વ્યાજ દર છે. આ યોજનાની પાકતી મુદત પાંચ વર્ષની છે અને તેને પાંચ વર્ષ પછી લંબાવવાનો વિકલ્પ છે. 60 વર્ષથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો આ યોજનામાં એકસાથે રકમનું રોકાણ કરી શકે છે.

app promo3

વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં એકસાથે જમા કરવાની મહત્તમ મર્યાદા 30 લાખ રૂપિયા છે, જે 1 એપ્રિલ, 2023 પહેલા માત્ર 15 લાખ રૂપિયા હતી. જો તમે આમાં 30 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને દર વર્ષે લગભગ 2,46,000 રૂપિયા વ્યાજ મળશે. આવી સ્થિતિમાં, તમારી દર મહિને 20,500 રૂપિયાની માસિક આવક થશે. તે નિવૃત્તિ પછી દર મહિને નિયમિત આવકની ખાતરી આપે છે.

વધુ વાંચો: તમારા 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવું જરૂરી, ઘરે બેઠા જ મફતમાં કરો અપડેટ

80c હેઠળ આટલા લાખની મળે છે છૂટ

આ યોજના હેઠળ ઇન્કમ ટેક્સની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સમાં છૂટ મળે છે. એટલે કે તે માત્ર નિયમિત આવક જ નહીં પરંતુ ટેક્સ બચાવવામાં પણ મદદ કરે છે. SCSS નો કાર્યકાળ 5 વર્ષનો છે અને જો જરૂરી હોય તો તેને 3 વર્ષ સુધી લંબાવી શકાય છે. જો કોઈ ઇન્વેસ્ટર સમય પહેલાં પૈસા ઉપાડવા માંગે છે, તો ચોક્કસ શરતો સાથે ઉપાડ શક્ય છે. જો ખાતું 1 વર્ષ પહેલાં બંધ કરવામાં આવે તો કોઈ વ્યાજ ચૂકવવામાં આવતું નથી, જ્યારે 1-2 વર્ષ વચ્ચે બંધ કરવામાં આવે તો 1.5% વ્યાજ કાપવામાં આવે છે અને 2-5 વર્ષ વચ્ચે બંધ કરવામાં આવે તો 1% વ્યાજ કાપવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Utility News Post Office SCSS Scheme

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ