બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રેલવેનો નવો નિયમ, હવે આધાર કાર્ડ વગર નહીં બુક થાય ટ્રેનની ટિકિટ
Last Updated: 11:35 PM, 6 June 2025
how to book confirm tatkal tickets: તમે ટ્રેનની તત્કાલ ટિકિટ બુક કરાવવા જઈ રહ્યા છો તો સમાચાર તમારા કામના છે. હવે આધાર વગર તત્કાલ ટિકિટ શક્ય નહીં બને. ટિકિટની દલાલી, બોટ્સનો દુરુપયોગ અને નકલી બુકિંગ અટકાવવા માટે રેલવેએ આ પગલું ભર્યું છે.
ADVERTISEMENT
how to book confirm tatkal tickets: હવે આધાર કાર્ડ વગર ટ્રેનમાં તત્કાલ ટિકિટ બુકિંગ શક્ય નહીં બને. રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. આ ફેરફારથી મુસાફરો માટે ટિકિટ બુક કરવાનું સરળ બનશે જ, પરંતુ છેતરપિંડી પણ અટકશે.
ADVERTISEMENT
રેલવે મંત્રાલયની જાહેરાત મુજબ આ મહિનાના અંતથી તત્કાલ ટિકિટ બુકિંગ માટે ઈ-આધાર વેરિફિકેશન જરૂરી બનશે. ટિકિટ દલાલી, બોટ્સનો દુરુપયોગ અને નકલી બુકિંગ અટકાવવા માટે રેલવેએ આ પગલું ભર્યું છે. આનાથી મુસાફરોને ટિકિટ મેળવવામાં વધુ મુશ્કેલી નહીં પડે.

ADVERTISEMENT
તત્કાલ ટિકિટ વેચાણની પ્રથમ 10 મિનિટ પ્રાથમિકતા
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર ટ્રેન પ્રસ્થાનના એક દિવસ પહેલા તત્કાલ ટિકિટ બુક કરવામાં આવે છે. ઘણીવાર આ ટિકિટો એજન્ટો અને બોટ્સ દ્વારા સેકન્ડોમાં બુક થઈ જાય છે. આ કારણે સામાન્ય મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે ઈ-આધાર વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે વપરાશકર્તાઓએ IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કર્યું છે તેમને તત્કાલ ટિકિટ વેચાણની પ્રથમ 10 મિનિટ માટે પ્રાથમિકતા મળશે. આ સમય દરમિયાન અધિકૃત એજન્ટો ટિકિટ બુક કરી શકશે નહીં.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / જિયોને ટક્કર આપશે એલન મસ્કની સ્ટારલિંક, સસ્તામાં મળશે હાઈ સ્પીડ ઈન્ટરનેટ
જે વપરાશકર્તાઓએ IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કર્યું નથી તેમને નોંધણી પછી 3 દિવસ રાહ જોવી પડશે. આ પછી જ આવા યૂજર્સ તત્કાલ, પ્રીમિયમ તત્કાલ અથવા ઓપનિંગ ARP ટિકિટ બુક કરી શકશે. બીજી તરફ, જો રેલવે અધિકારીઓનું માનીએ તો કાઉન્ટર પર તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર વેરિફિકેશન ટૂંક સમયમાં ફરજિયાત બનાવવામાં આવી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.