ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રોડ અકસ્માતમાં મળશે ₹1.5 લાખ સુધીની કેશલેસ સારવાર? જાણો શું છે સરકારની જાહેરાત

સરકારી યોજના / રોડ અકસ્માતમાં મળશે ₹1.5 લાખ સુધીની કેશલેસ સારવાર? જાણો શું છે સરકારની જાહેરાત

Published By: Vidhata Gothi

Last Updated: 02:59 PM, 10 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકાર જલ્દી જ એક નવી યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજનાનો લાભ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મળી શકશે. અકસ્માત પછી તેઓ 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર કરાવી શકશે.

ADVERTISEMENT

મોદી સરકારની કેટલીક એવી યોજનાઓ છે કે જે સંકટના સમયે ઘણી કામની સાબિત થાય છે, જેમ કે - આયુષ્માન કાર્ડ, પીએમ જીવન જ્યોતિ વીમા અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ યોજનાઓ લોકોને ઘણી કામ આવી રહી છે. ત્યારે હવે જલ્દી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક ખૂબ જ કામ આવે એવી યોજના શરૂ કરવા જઈ રહ્યા છે. આ યોજનાથી માર્ગ દુર્ઘટનામાં ઘાયલ થનારા લોકોને ઘણી રાહત મળશે. આ યોજના અંતર્ગત જો કોઈ એક્સિડેન્ટમાં ઘાયલ થઈ જાય છે કે તરત જ 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેશ સારવાર મળી શકશે.

અકસ્માતની તારીખથી આગામી સાત દિવસ સુધી આ યોજના દ્વારા સારવાર કરાવી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ યોજના લાગુ થતાં જ માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ માહિતી આપતા જણાવ્યું કે વડાપ્રધાન મોદી જલ્દી જ આખા દેશમાં આ યોજના લાગુ કરવાના છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓની વાર્ષિક બેઠક બાદ તેમણે આ માહિતી આપી છે. તેમણે આ માહિતી આપતા જણાવ્યું કે આ યોજના માર્ગ અકસ્માતોમાં સમયસર સારવાર ન મળવાને કારણે થતાં મૃત્યુની સંખ્યા ઘટાડવાના હેતુથી લાવવામાં આવી રહી છે.

માર્ગ અકસ્માતના પીડિતો માટે કેશલેસ યોજના

માર્ગ પરિવહન મંત્રાલયે 14 માર્ચ 2024ના રોજ ચંડીગઢમાં રોડ એક્સિડેન્ટમાં ઘાયલ લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે કેશલેસ સારવારની સુવિધા પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરી હતી. પછીથી આને વધુ 6 રાજ્યોમાં શરૂ કરવામાં આવી હતી. માર્ગ પરિવહન મંત્રાલયના નોટિફિકેશન પ્રમાણે, દરેક પીડિતને અકસ્માતની તારીખથી મહત્તમ 7 દિવસના સમય માટે 1.5 લાખ રૂપિયાની કેશલેસ સારવારની સુવિધા આપવામાં આવે છે.

vtv app promotion

80 ટકા કેસમાં મળી કેશલેસ ટ્રીટમેન્ટ

માર્ચ 2024માં પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયા પછીથી અત્યાર સુધીમાં 80 ટકા કેસમાં 1.5 લાખની કેશલેશ ટ્રીટમેન્ટની સુવિધા આપવામાં આવી છે. આમાંથી લગભગ 20 ટકા કેસને જ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. નિતિન ગડકરીએ લોકસભામાં માહિતી આપી હતી કે કુલ 6833 અરજીઓમાંથી 5480 પીડિત યોજના માટે યોગ્ય મળી આવ્યા. બાકીના કેસને પોલીસ રિજેક્ટ કરી દીધા. તેમણે એમ પણ કહ્યું કે મોટર વાહન દુર્ઘટના ફંડ અંતર્ગત અત્યાર સુધીમાં 73,88,848 રૂપિયાની રકમ વિતરિત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:

કેવી રીતે મળશે યોજનાનો લાભ

કેશલેસ સારવાર યોજનાનો લાભ દરેક શ્રેણીના મોટર વાહનને મળશે. જો માર્ગ દુર્ઘટના થાય છે તો પછી ભલે વાહન કોઈ પણ કેટેગરીનું હોય તો પણ આ યોજનાનો લાભ મળશે. મોટર વાહનના ઉપયોગથી થતી કોઈ પણ માર્ગ દુર્ઘટનાનો શિકાર વ્યક્તિ આ યોજનાની જોગવાઈ પ્રમાણે, કેશલેસ સારવારને પાત્ર હશે. કેશલેસ સારવાર મળવાથી માર્ગ દુર્ઘટનામાં ઘાયલ થનાર લોકોને સમયસર સારવાર મળવાનો રસ્તો સરળ થવાની સંભાવના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

https://play.google.com/store/apps/details?id=com.vtvgujarati.news

સંકળાયેલા મુદ્દાઓ

Cashless Treatment Scheme Road Accident Treatment Scheme Government Scheme

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ