બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / લોન લેવાનું વિચારી રહ્યાં છો? તો આટલી બાબતોનું અવશ્ય ધ્યાન રાખજો, નહીંતર...!

કામની વાત / લોન લેવાનું વિચારી રહ્યાં છો? તો આટલી બાબતોનું અવશ્ય ધ્યાન રાખજો, નહીંતર...!

Last Updated: 01:52 PM, 26 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંક કે NFBCમાં હોમ લોન, કાર લોન, કે પર્સનલ લોન લેતી વખતે તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો લોન ભરતી વખતે તમારે આર્થિક નુકશાન પણ વેઠવું પડી શકે છે.

પૈસા એક એવી મહત્વની વસ્તુ છે જે દરેક સ્થિતિમાં જરૂર પડે છે. અમુક વાર લોકો પાસે પૈસા ન હોય ત્યારે તેઓ સંબંધીઓ પાસેથી પણ પૈસા માંગતા હોય છે. તો અમુક લોકો બેંકમાં લોન પણ લેતા હોય છે.  જેમાં બેંક કે NFBC માં જવામાં આવે ત્યારે લોન મળી પણ જતી હોય છે.

જો તમારે કાર ખરીદવી હોય તો. તો તેના માટે તમને કાર લોન મળે છે. જો તમે ઘર ખરીદવા માંગતા હોવ તો તમે તેના માટે હોમ લોન મેળવી શકો છો. જો તમને કોઈ મહત્વના કામ માટે પૈસાની જરૂર હોય તો એના માટે તમને પર્સનલ લોન મળે છે. પરંતુ લોન લેતી વખતે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. નહીં તો તમને નુકસાન થઈ શકે છે. ચાલો તમને તે વિશે જણાવીએ.

  • કેટલા પૈસાની જરૂર છે તેનું રાખો ધ્યાન

જો તમે લોન લેવાના છો તો તમારે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે કેટલી લોન લઈ રહ્યા છો. ઘણીવાર, મિલકત ખરીદતી વખતે લોકો મેક્સિમમ રકમની લોન લે છે. આવું કરવાથી EMI વધે છે. જેના કારણે તમારે વધુ પૈસા ચૂકવવા પડે છે. એટલા માટે તમારે પહેલા નક્કી કરવું જોઈએ કે તમને ખરેખર કેટલા પૈસાની જરૂર છે અને તે મુજબ લોન માટે અરજી કરવી જોઈએ.

app promo6
  • વ્યાજ દરોની કરો તુલના
    અલગ અલગ બેંકો અને NBFCના વ્યાજ દર અલગ અલગ હોય છે. એટલા માટે કોઈપણ બેંક કે NBFC પાસેથી લોન લેતા પહેલા તેના વ્યાજ દરોની તુલના કરો. કારણ કે વિવિધ બેંકો અને NFBC ના વ્યાજ દરો અલગ અલગ હોય છે. તમારા માટે યોગ્ય વ્યાજ દર હોય ત્યાંથી જ લોન લેવી જોઈએ. નહીં તો તમારે વધુ EMI ચૂકવવી પડી શકે છે.

વધુ વાંચો : બદલાઇ ગયું આ બેંકનું નામ, પાસબુકથી લઇને ચેકબુક પણ નવી, તો જૂના ડૉક્યુમેન્ટ્સનું શું થશે?

  • લોનના ટેન્યોર વિશે જાણો
    લોન લેતી વખતે લોકો એ વાત પર ધ્યાન આપતા નથી કે તેઓ કેટલા સમય માટે લોન લઈ રહ્યા છે. કારણ કે તમે જેટલો લાંબા સમય માટે લોન લેશો. તમારે એટલું જ વધારે વ્યાજ ચૂકવવું પડશે. એટલા માટે જ્યારે તમે લોન લો છો ત્યારે EMIની તુલના કરો અને જુઓ કે તમે કેટલા વર્ષો કે મહિનાઓ માટે લોન લઈ રહ્યા છો. જો તમે વચ્ચે લોન બંધ કરી દો છો તો તેના માટે કેટલો ચાર્જ લાગશે? તેની પણ જાણકારી મેળવો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Personal Loan Car Loan Home Loan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ