બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ussia ukraine crisis 40 indian medical students walk 8km to polish border

VIDEO / વતન વાપસી માટે રઝળપાટ, જીવ બચાવીને ભાગતા ભારતીયોને જોઈને હૈયું ભારે થઈ જશે

Pravin

Last Updated: 01:49 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનમાં ફસાયેલા 40 ભારતીય સ્ટૂડેંટ પગપાળાએ ચાલીને યુક્રેન-પોલેન્ડ બોર્ડર સુધી પહોંચવામાં સફળ રહ્યા છે.

  • રશિયા-યુક્રેન વિવાદમાં ભારતીય નાગરિકો ફસાયા
  • ભારતીય નાગરિકોને હેમખેમ પાછા લાવવા માટે અભિયાન
  • ભારતીય વિદ્યાર્થીઓ પગપાળા નિકળી પડ્યા

યુક્રેનમાં ફસાયેલા 40 ભારતીય સ્ટૂડેંટ પગપાળાએ ચાલીને યુક્રેન-પોલેન્ડ બોર્ડર સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ વિદ્યાર્થીઓ કોલેજ બસથી બોર્ડ નજીક 8 કિમી દૂર છોડી દીધા હતા અને બોર્ડર સુધી સફર તેમને પગપાળા કરવી પડી હતી. પોલેન્ડથી લગભગ 70 કિમી દૂર, લીવના મેડિકલ કોલેજના સ્ટૂડેંટ યુક્રેનના પાડોશી દેશથી નિકળવાની રાહ જોઈ રહેલા, કારણ કે, રશિયાના હુમલા બાદ યુક્રેનના હવાઈમથકો બંધ કરી દેવામાં આવ્યા છે. પોલેન્ડ-યુક્રેન બોર્ડર સુધી મુસાફરી કરનારા ભારતીય સ્ટૂડેંટ્સમાંથી એકે કરેલા વીડિયો શેરમાં ખાલી રસ્તા પર સાઈડમાં ચાલતા દેખાઈ રહ્યા હતા.

 

હજારો વિદ્યાર્થી રસ્તા પર ચાલતા નિકળ્યા

અહીં ઉલ્લેખનીય છે કે, રશિયાના હુમલાના કારણે હજારોની સંખ્યામાં ભારતીય ખાસ કરીને વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા છે. સરકારની સામે સૌથી મોટો પડકાર તેમને હેમખેમ પરત લાવવાનો છે, જેને લઈને તમામ પ્રયાસો ચાલું છે. ભારતે યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે હંગરી અને પોલેન્ડની સરહદી દ્વારા સરકારી દળોને મોકલ્યા છે. ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે, સુરક્ષિત માર્ગોની ઓળખાણ કરી લીધી છે. રોડ માર્ગે કીવથી જશો તો, આપ નવ કલાકમાં પોલેન્ડ અને લગભગ 12 કલાકમાં રોમાનિયા પહોંચી જશો. રસ્તાનો નક્શો તૈયાર કરી લીધો છે.  

યુક્રેને એરસ્પેસ બંધ કર્યા

રશિયા તરફથી હુમલાનું એલાન કરવા અને મુખ્ય શહેરોના ટાર્ગેટ બનાવ્યા બાદ યુક્રેને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. આ કારણથી યુક્રેનની રાજધાની કીવ માટે જતી એર ઈંડિયાની ફ્લાઈટ કાલે પાછી આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ ગુરૂવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરીને સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા તે ભારતની સૌથી પહેલી પ્રાથમિકતા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ