ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
આ બિલના પાસ થવાથી હાઇ-સ્કિલ્ડ ઇમિગ્રેંટ એક્ટનો રસ્તો સ્પષ્ટ થઇ જશે. આ H-1B વીઝા પર અમેરિકા આવનારા ભારતીયોને મોટી રાહત મળશે. આ ભારતીયો દાયકાથી અમેરિકામાં સ્થાયી નિવાસી (PR) થવા માટે ગ્રીન કાર્ડની રાહ જોઇ રહ્યાં હતા.
ADVERTISEMENT
મૂળ બિલને અમેરિકાની પ્રતિનિધિ સભાએ 10 જૂલાઇ 2019માં પાસ કર્યું હતું. જેને રિપબ્લિકન સીનેટર માઇક લીએ સીનેટમાં યૂટી પ્રાયોજિત કર્યું હતું. આ બિલ પાસ હોવાથી પરિવાર આધારિત વીઝા પર વધુ લિમીટ વધી જશે.
હાલના સમયમાં કોઇપણ દેશને કુલ 15 ટકા વીઝા જાહેર કરી શકાય છે. જેમાં 7 ટકા વીઝા પરિવારના આધાર પર જાહેર કરવામાં આવે છે. તે સિવાયઆ બિલથી રોજગારના આધાર પર આપવામાં આવતા વીઝા પર લાગેલી 7 ટકાની મર્યાદા દુર થઇ જશે.
ADVERTISEMENT
ભારતીયોને ગ્રીનકાર્ડ બેકલોગ 195 વર્ષથી વધારે
સીનેટર માઇક લી એ જુલાઇમા સીનેટની જાણકારી આપી કે ગ્રીન કાર્ડ મેળવવા માટે કોઇપણ ભારતીય નાગરિકનું બેકલોગ 195 વર્ષથી વધારે છે. એટલે કે તેની ઉંમરથી વધારે રાહ જોવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે નાણાંકીય વર્ષ 2019માં ભારતીય નાગરિકો 9,008 ટાઇપ 1 (EB1), 2908 શ્રેણી ટાઇફ 2 (EB2), અને 5,083 ટાઇપ 3 (EB3) ગ્રીન કાર્ડ જ મળી જા.ય. (EB) રોજગાર-આધારિત ગ્રીન કાર્ડના અલગ-અલગ ટાઇપ (પ્રકાર) છે.
સંકળાયેલા મુદ્દાઓ