ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
અમેરિકામાં કોરોનાના કેસનો આંકડો કુલ 2 કરોડ કરતા ઉપર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાના 2.34 લાખ નવા કેસ સામે આવ્યાં છે. ત્યારે ભારતમાં આ મહામારીની ઝપેટમાં અત્યાર સુધીમાં 1.02 કરોડ લોકો આવી ચૂકયા છે. જેમાં 2.57 લાખ કેસ એક્ટિવ છે. તે સિવાય 98.60 લાખ લોકો આ મહામારી સામે જંગ જીતી ચૂક્યાં છે.
ADVERTISEMENT

સૌથી વધારે કેસ વાળા દેશ
ADVERTISEMENT
યોગ્ય વેક્સિનેશન થશે તો પરિસ્થિતિ નોર્મલ થઈ જશેઃ અમેરિકન નિષ્ણાતો
ADVERTISEMENT
દુનિયામાં કોરોના દર્દીઓની સંખ્યા ૮.૩૦ કરોડથી વધુ થઇ ચૂકી છે. પ.૮૮ કરોડથી વધુ લોકો રિકવર થઇ ચૂક્યા છે. અત્યાર સુધી ૧૮.૧૦ લાખ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અમેરિકાના વાઇરલ ડિસીઝ એક્સ્પર્ટ ડોક્ટર એન્થોની ફોસીએ કહ્યું કે જો દેશમાં વેક્સિનેશન યોગ્ય રીતે થયું તો આવતા વર્ષના અંતમાં પરિસ્થિતિ પહેલાં જેવી નોર્મલ થઇ જશે. બીજી બાજુ બેલ્જિયમે બહારથી આવતા લોકો માટે બે દિવસનું ક્વોરન્ટાઇન ફરજિયાત કરી દીધું છે.
અમેરિકી મેડિકલ એક્સ્પર્ટ અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં કોરોના ફોર્સના મેમ્બર ડોક્ટર ફોસીએ કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસનને એક ઇન્ટરવ્યૂ આપ્યો છે. તેમાં કહેવાયું છે કે જો અમેરિકી પ્રશાસન પોતાના નાગરિકોને યોગ્ય સમય પર વેક્સિનેશન આપવામાં સફળ રહ્યું તો તેમાં કોઇ બેમત નથી કે ૨૦૨૧ના અંત સુધી બધું નોર્મલ થઇ જશે.
મને લાગે છે કે એપ્રિલ સુધી આવતાં આવતાં આપણે મોટા પ્રમાણમાં વેક્સિનેશન કરી ચૂક્યા હોઇશું. એપ્રિલ સુધી તેની અસર જોવા મળશે. એપ્રિલથી લઇ જુલાઇ સુધીના મહિના મહત્ત્વના હશે.
ADVERTISEMENT
ફોસીએ એક સવાલના જવાબમાં કહ્યું કે જો લોકો વેક્સિનેશન કરાવે છે તો આપણે જુલાઇ સુધી સ્કૂલ, થિયેટર, સ્પોર્ટ્સ ક્લબ્સ અને રેસ્ટોરાંમાં પહેલાંની જેમ જઇ શકીશું. તેથી હું લોકોને અપીલ કરું છું કે તેઓ જલદી વેક્સિન લગાવડાવે.
બેલ્જિયમ સરકારે બુધવારે બે પ્રકારની ગાઇડલાઇન જારી કરી છે, તેમાં બીજા દેશના લોકો પર વધુ ફોકસ કરાયું છે. દેશમાં પ્રવેશ કરનારી દરેક વ્યક્તિએ અહીં પ્રવેશ કરતાં પહેલાં બે દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે. આવા યાત્રીનો પહેલા અને સાતમા દિવસે ટેસ્ટ કરાશે, જ્યાં સુધી તેનો રિપોર્ટ નેગેિટવ ન આવે ત્યાં સુધી તેણે ક્વોરન્ટાઇન રહેવું પડશે.
ADVERTISEMENT
ચીને કોરોનાને ફેલાતો રોકવા માટે નવા વર્ષની રજાઓમાં લાખો પ્રવાસીઓને સફર ન કરવાની સલાહ આપી છે. ફેબ્રુઆરીમાં ચીનમાં મનાવાતું ન્યૂ યર સૌથી મોટી ટ્રેડિશનલ હોલિડે છે. આ સમય દરમિયાન દર વર્ષે વર્કર્સને પરિવારને મળવા જવાનો મોકો મળે છે. આ વર્ષે સરકાર વર્કર્સને ઘરે ન જવા મોટિવેટ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ