બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / us pneumonia outbreak update massachusetts ohio white lung syndrome cases

જીવલેણ બિમારી / અમેરિકામાં રહસ્યમયી બિમારીના કારણે સફેદ પડી ગયા ફેંફસા: બાળકો પણ બની રહ્યા શિકાર, બાયડન સરકાર પર ચીન મુદ્દે નિર્ણય લેવાનું દબાણ

Manisha Jogi

Last Updated: 01:12 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના મેસાચ્યુસેટ્સ અને ઓહાયોમાં આ બિમારીના કેસ સતત વધી રહ્યા છે. જ્યાં આ બિમારીને બેક્ટેરિયલ ન્યુમોનિયાને વ્હાઇટ લંગ સિન્ડ્રોમ કહેવામાં આવે છે.

  • અમેરિકા બાળકો અલગ બિમારીનો ભોગ બન્યા
  • વ્હાઈટ લંગ સિંડ્રોમનું ચીન સાથે કનેક્શન !
  • ઓહાયોમાં આ બિમારીના કેસ સતત વધી રહ્યા છે

ચીનમાં ફેંફસાની રહસ્યમય બિમારી ફેલાવા રહી છે. મોટાભાગે 3 થી 8 વર્ષના બાળકો આ બિમારીથી પીડ છે. આ બિમારીના કારણે ફેંફસા સફેદ થઈ રહ્યા છે. અમેરિકાના મેસાચ્યુસેટ્સ અને ઓહાયોમાં આ બિમારીના કેસ સતત વધી રહ્યા છે. જ્યાં આ બિમારીને બેક્ટેરિયલ ન્યુમોનિયાને વ્હાઇટ લંગ સિન્ડ્રોમ કહેવામાં આવે છે.

વોરેન કાઉન્ટી, ઓહિયોમાં આ બિમારીના 142 કેસ નોંધાયા છે. મેસાચ્યુસેટ્સના ડોકટરો અનુસાર વ્હાઇટ લંગ સિન્ડ્રોમ એ ચીનની રહસ્યમય બિમારીની જેમ બેક્ટેરિયલ અને વાયરલ ઈન્ફેક્શનનું મિશ્રણ છે.

અમેરિકાના રિપબ્લિકન પાર્ટીના ધારાસભ્યોએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પાસે ચીન ટ્રાવેલ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે. 5 સાંસદો અનુસાર વધુ માહિતી માટે WHOની રાહ ના જોવી જોઈએ. નાગરિકો અને અર્થવ્યવસ્થાને બચાવવા માટે ચીનમાં અવર જવર પર પ્રતિબંધ મુકવો જોઈએ. 

વ્હાઈટ લંગ સિંડ્રોમ
વ્હાઇટ લંગ સિન્ડ્રોમથી પીડિત બાળકોની છાતીના એક્સ-રેમાં સફેદ રંગના ધબ્બા દેખાઈ રહ્યા છે. જે મોટે ભાગે બે પ્રકારના રોગોમાં થાય છે 1. પલ્મોનરી એલવિઓર માઇક્રોલિથિઆસિસ (PAM) અને સિલિકોસિસ.

PAM નામની બિમારી થાય તો ફેંફસામાં જામ થવા લાગે છે. જેના કારણે ઉધરસ અને છાતીમાં દુખાવાની સાથે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સિલિકોસિસ થાય તો પણ ફેંફસામાં સફેદ ધબ્બા દેખાય છે.

વ્હાઈટ લંગ સિંડ્રોમનું ચીન સાથે કનેક્શન !

અમેરિકામાં ફેલાઈ રહેલ વ્હાઈટ લંગ સિન્ડ્રોમ ચીનમાં ફેલાઈ રહેલ બિમારીથી તદ્દન અલગ છે. અમેરિકામાં લોકોને ઉધરસ, તાવ અને શરીરમાં દુખાવો થઈ રહ્યો છે. ચીનમાં લોકોને ઉધરસ, ગળામાં દુખાવો, ફેંફસામા સોજો અને શ્વાસનળીમાં સોજો જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ બંને બિમારીઓ વચ્ચે કેટલીક સમાનતા પણ જોવા મળી રહી છે.

આ બંને બિમારીઓ બેક્ટેરિયા અને વાયરસનું મિશ્રણ છે. નિષ્ણાંતો અનુસાર રોગપ્રતિકારક શક્તિના અભાવને કારણે બાળકોને આ બે બિમારી થઈ રહી છે.

કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન બાળકો ઘરમાં જ રહેતા બાળકોનું શરીર પર્યાવરણમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ વિકસાવી શક્યું નથી. આ કારણોસર લોકડાઉન દૂર થયા પછી બાળકો બહાર જતા બાળકો બિમાર પડી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ