બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:04 PM, 17 February 2024
અમેરિકાનો ન્યૂ જર્સી એવો વિસ્તાર છે, જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો ખાસ કરીને ગુજરાતીઓ વસે છે. તાજેતરમાં જ ન્યૂ જર્સીની એક રહેણાક ઈમારતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જો કે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે આ દુર્ઘટનામાં કોઈ પણ ભારતીયને ઈજા નથી પહોંચી. કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ આ મામલે સ્થાનિક તંત્ર સાથે વાત કરી છે, જે મુજબ ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકો એકદમ સુરક્ષિત છે. એક પણ વ્યક્તિને જાનહાનિ નથી થઈ.
ADVERTISEMENT
આ મમલે ભારતીય કોન્સ્યુલેટ પણ આ વિસ્તારમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં છે, અને તેમને જરૂરી તમામ મદદ કરાઈ રહી છે. જો કોઈ પણ ભારતીય વિદ્યાર્થીને રહેઠાણ માટે અતવા જરૂરી દસ્તાવેજોને લગતી મુશ્કેલી ઉભી થાય, તો ભારતીય કોન્સ્યુલેટ તેમની મદદ કરતું રહે છે.
@IndiainNewYork learnt of the unfortunate fire incident in a residential building in Jersey City. Indian students and professionals residing there are safe and no one was hurt.
— India in New York (@IndiainNewYork) February 16, 2024
We have been in constant touch with the students and are extending all assistance including with…
ADVERTISEMENT
આખી ઘટના જોઈએ તો ન્યૂ જર્સીના મલ્ટી ફેમિલી બિલ્ડિંગા ભોંયરામાં આગ લાગી હતી, જે બાદમાં પહેલા અને બીજા માળ સુધી ફેલાઈ હતી. આગની દુર્ઘટના બાદ મોટી સંખ્યામાં આ બિ્લ્ડિંગના રહેતા ભારતીય વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભારતમાં રહેતા પરિવારોને ચિંતા થતા આખરે ભારતીય કોન્સ્યુલેટ દ્વરા આ માહિતી જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT
Indian students safe...: India's Consulate in New York on fire in Jersey City residential building
— ANI Digital (@ani_digital) February 16, 2024
Read @ANI Story | https://t.co/AJJzwsPqYo#India #NewYork #JerseyCity #fire pic.twitter.com/pIHFGt60kr
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એટલે કે એક્સ પર કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ આપેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે,'ન્યૂ જર્સીમાં આગ લાગવાની દુર્ઘટના અંગે અમે માહિતગાર છીએ. આ ઈમારતમાં રહેતા ભારતીય નાગરિકો અને પ્રોફેશનલ્સ બિલકુલ ઠીક છે, કોઈને પણ કોઈ ઈજા નથી પહોંચી. અમે વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં છીએ અને તેમને રહેઠાણની વ્યવસ્થાથી લઈને જરૂરી દસ્તાવેજો સહિતની મદદ કરી રહ્યા છીએ.'
ADVERTISEMENT
ન્યૂ જર્સી વિસ્તારના ફાયર ફાઈટરના પ્રવક્ત કિમ્બરલીના કહેવા પ્રમાણે, જ્યારે તેમને આ ઘટનાની જાણ કરવામાં આવી, ત્યારે આગ ઓલરેડી બીજા માળ સુધી ફેલાઈ ચૂકી હતી. આગ લાગવાને કારણે આજુબાજુના મકાનોને પણ નુક્સાન પહોંચ્યું છે. તો અમેરિકન રેડક્રોસ સંસ્થા દ્વારા 14 ઈજાગ્રસ્ત લોકોને સારવાર આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.