બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / NRI News / વિશ્વ / UK annoucnes 3000 ballots under India Young Professionals Scheme know how to apply
Last Updated: 11:09 AM, 17 February 2024
ADVERTISEMENT
યુકેના ગૃહ વિભાગે India Young Professionals scheme અંતર્ગત નવા લોટની જાહેરાત કરી છે. આ સ્કીમ અંતર્ગત યોજનારા નવો ડ્રો 20 ફેબ્રુઆરી 2024થી શરૂ થઈને 22 ફેબ્રુઆરી 2024 સુધી એટલે કે ત્રણ દિવસ સુધી યોજાશે. 18થી 30 વર્ષની ઉંમર ધરાવતા યુવાનો આ લોટમાં અપ્લાય કરી શકે છે, અને જો તેઓ સિલેક્ટ થાય તો તેમને 24 મહિના એટલે કે 2 વર્ષ સુધી યુકેમાં રહેવાની, કામ કરવાના અને ભણવાના વિઝા મળશે.
ADVERTISEMENT
India Young Professionals scheme જાહેર કરાયેલા આ નવા લોટ પીરિયડની શરૂઆત 20 ફેબ્રુઆરીના રોજ બપોરે 2.30 વાગ્યાથી થશે અને યુવાનો 22 ફેબ્રુઆરીના રોજ બપોરે 2.30 વાગ્યા સુધી અપ્લાય કરી શક્શે. જે ભારતીય નાગરિકોએ બેચલર ડિગ્રી મેળવી છે એટલે કે ગ્રેજ્યુએશન કર્યું છે, અથવા તેના કરતા વધારે અભ્યાસ કર્યો છે, તેવા યુવાનો આમાં અપ્લાય કરી શક્શે. આ ઉપરાંત તમારી પાસે GBP 2,530 એટલે કે ભારતીય રૂપિયામાં ઓછામાં ઓછું 2,64,000 રૂપિયાનું બેન્ક બેલેન્સ હોવું ફરજિયાત છે. સાથે જ આ વિઝા માટે અરજી કરનાર લોકો પર 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈ બાળક ડિપેન્ડન્ટ પણ ન હોવા જોઈએ. એકવાર અરજીકર્તા આ બેલોટમાં સિલેક્ટ થઈ જશે, તો તેઓ 90 દિવસની અંદર વિઝા માટે અપ્લાય કરી શક્શે. સાથે જ તેમણએ અસોસિએટ્સની ફી, ઈમીગ્રેશન હેલ્થ સરચાર્જ પણ 90 દિવસની અંદર ચૂકવી દેવા પડશે. આ ઉપરાંત વિઝા મળ્યા બાદ 6 મહિનાની અંદર યુકે પહોંચી જવું પણ ફરજિયાત છે.
ADVERTISEMENT
India Young Professionals scheme અંતર્ગત 2024માં ટોટલ 3000 સ્લોટ્સ અલોટ કરવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના સ્લોટ્સ ફેબ્રુઆરીમાં જ આપી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના સ્લોટ્સ જુલાઈ 2024માં બહાર પડનારા બેલોટ્સમાં આપવામાં આવશે. આ બેલોટમાં એન્ટર થવા માટે કોઈ ફીઝ નથી, પરંતુ આ સ્કીમ અંતર્ગત અરજી કરવા માટે ભારતીય નાગરિકોએ GBP 298 એટલે કે લગભગ 32 હજાર રૂપિયા ચૂકવવા પડશે. ફેબ્રુઆરી મહિનાના બેલોટમાં જો તમે સિલેક્ટ નહીં થાવ, તો તમે આગામી બેલોટમાં ફરીથી પણ અરજી કરી શકો છો.
ADVERTISEMENT
આ બેલોટ દરમિયાન સિલેક્શન રેન્ડમલી કરવામાં આવશે, અને જે અરજીકર્તાઓની પસંદગી થઈ છે, તેમને બેલોટ ક્લોઝ થયાના 2 સપ્તાહની અંદર ઈમેઈલથી જાણ કરવામાં આવશે.
વિઝા મેળવવા આટલું ધ્યાન રાખો.
ADVERTISEMENT

ADVERTISEMENT
કેવી રીતે અરજી કરશો?
1. જો તમે ઉપરના બેન્ચમાર્ક પૂરા કરો છો, તો તમે India Young Professionals Scheme ballotમાં અરજી કરી શકો છો.
2. જો તમારી બેલોટમાં પસંદગી થાય છે, તો તમને વિઝા માટે અરજી કરવાની જાણ કરવામાં આવશે.
3. અરજી કરવા માટે જરૂરી તમામ દસ્તાવેજ ભેગા કરીને રાખો.
4. દસ્તાવેજ ભેગા કર્યા બાદ India Young Professionals Scheme ballot માટે અરજી કરો.
આટલા દસ્તાવેજ જોડે રાખો.
વધુ વાંચો: વિદેશ જવા વહેલા તે પહેલા જેવું! એક વર્ષમાં વિઝાની માગમાં 10 ટકાનો જમ્પ, આ દેશો હોટફેવરિટ
શું છે India Young Professionals Scheme?
2023માં પણ યુકે દ્વારા India Young Professionals Scheme ballot માર્ચ અને જુલાઈમાં બહાર પાડવામાં આવ્યા હતા જેમાં હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, તાઈવાન દેશના યુવાઓ માટે તક હતી. 2024માં પણ બહાર પાડવામાં આવેલા બેલોટમાં તાઈવાનના નાગરિકોને તક આપવામાં આવી છે. યુકેની India Young Professionals Scheme ભારત અને યુકે વચ્ચેના પાર્ટનરશિપ પ્રોગ્રામનો જ એક ભાગ છે, જેની શરૂઆત 2021માં થઈ હતી. આ ભાગીદારી ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે થઈ રહેલા લોકોના સ્થળાંતરને વધારવા અને ઇમિગ્રેશનનો ભંગ કરતા લોકોને અટકાવવા માટે બંને સરકારની પ્રતિબદ્ધાનો પુરાવો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.