બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / UPSC Mains Result 2023: UPSC has declared the result of Civil Services Mains Exam, check from this direct link.

Result 2023 / UPSC એ સિવિલ સર્વિસીઝ મુખ્ય પરીક્ષાનું પરિણામ કર્યું જાહેર, આ લિંક પરથી કરો ચેક

Pravin Joshi

Last Updated: 09:15 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPSC એ સિવિલ સર્વિસીઝ મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. પ્રારંભિક પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારો માટે 15 થી 24 સપ્ટેમ્બર દરમિયાન મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી. સફળ ઉમેદવારોના રોલ નંબર કમિશનની વેબસાઇટ https//upsconline.nic.in/ પર અપલોડ કરવામાં આવ્યા છે.

  • UPSC એ સિવિલ સર્વિસીઝ મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું 
  • 15 થી 24 સપ્ટેમ્બર દરમિયાન મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી
  • ઈન્ટરવ્યુની તારીખો વેબસાઈટ દ્વારા જલ્દી જ જાહેર કરાશે

યુપીએસસી મેન્સ રિઝલ્ટ 2023 યુનિયન પબ્લિક સર્વિસ કમિશને એ શુક્રવારે સિવિલ સર્વિસીસ મેઈન પરીક્ષા-2023નું પરિણામ જાહેર કર્યું છે. પ્રારંભિક પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારો માટે 15 થી 24 સપ્ટેમ્બર દરમિયાન મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી. સફળ ઉમેદવારોના રોલ નંબર કમિશનની વેબસાઇટ https://upsconline.nic.in/ પર અપલોડ કરવામાં આવ્યા છે. આમાં સફળ ઉમેદવારો ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલીસ સેવા અને અન્ય કેન્દ્રીય સેવાઓ (ગ્રુપ A અને B) માં પસંદગી માટે લેવામાં આવેલા ઇન્ટરવ્યુમાં દેખાશે.

UGC NET 2022 RESULT આ રીતે કરી શકાશે ડાઉનલોડ, સત્તાવાર વેબસાઈટ પર આન્સર કી  જાહેર | ugc net result 2022 declared link soon final answer key released at  official website

ઇન્ટરવ્યુ ક્યારે થશે? 

કમિશને એક રીલીઝ જારી કરીને કહ્યું કે ઈન્ટરવ્યુની તારીખો વેબસાઈટ દ્વારા જલ્દી જ જાહેર કરવામાં આવશે. કોર્ટમાં પેન્ડિંગ કેસના કારણે 28 ઉમેદવારોના પરિણામ અટકાવી દેવામાં આવ્યા છે. વિગતવાર અરજી ફોર્મ (DAF-II) બધા ઉમેદવારોએ ઑનલાઇન સબમિટ કરવાનું છે. આ માટેની લિંક 9 થી 15 ડિસેમ્બર સુધી સાંજે 6:00 વાગ્યા સુધી વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ