બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / UPSC GPSC Prelims will be conducted in AMC managed schools

અમદાવાદ / AMC સંચાલિત શાળાઓમાં UPSC, GPSC પ્રાથમિક તૈયારીઓ કરાવાશે, પ્રાથમિક શિક્ષણ સમિતિ 1094 કરોડનું બજેટ કર્યું રજૂ

Kishor

Last Updated: 10:24 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 1094 કરોડનું આ અંદાજપત્ર લગધીર દેસાઈ દ્વારા રજુ કરાયું હતું.

  • કોર્પોરેશનની શાળામાં વિદ્યાર્થીઓ UPSC GPSC પ્રાથમિક તૈયારીઓ કરાવશે  
  • વિદ્યાર્થીનીઓ માટે સ્વ સુરક્ષા ટ્રેનિંગ અંતર્ગત 25 લાખ ની જોગવાઈ
  • મ્યુ. સ્કૂલ બોર્ડ ના અધિકારીઓ એક સરખો ગણવેશ માટે 10 કરોડ જોગવાઇ 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે નાણાકીય વર્ષ 2024-25 નું 1094 કરોડ નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ડ્રાફ્ટ બજેટની વાત કરવામાં આવે તો નાણાકીય વર્ષ 2024-25 માં પ્રાયમરી ઇજન્યુકેશન ફંડ ના 1094 કરોડ ના અંદાજપત્રમાં 86.55 ટકા એટલે કે 947 કરોડ રૂપિયા ફકત પગાર અને પેન્શન પાછળ જ ખર્ચ કરવામાં આવશે. 

AMC બન્યું દેવાદાર: 200 કરોડના બહાર પડાશે બોન્ડ, અમદાવાદમાં વિકાસના કામો  કરવા લેવાશે કરોડોની લોન | AMC became a debtor 200 crore bonds will be  released crores of loans will be taken

એવોર્ડની જોગવાઈ પણ ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવી
1094 કરોડનું આ અંદાજપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનના અધિકારી લગધીર દેસાઈએ રજુ કર્યું હતું જેમાં એકેડેમિક સ્થળ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કન્યા કેળવણીને ઉત્તેજન અને શાળા પ્રવેશોત્સવ, સ્કીલ ડેવલોપમેન્ટ, સ્કિલ ઝોન બાળકોના સર્વિંગ વિકાસ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શ્રેષ્ઠ શાળા અને શ્રેષ્ઠ વિદ્યાર્થીના અલગ અલગ પ્રકારના એવોર્ડની જોગવાઈ પણ ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવી છે.   

ભાગવત ગીતાસાર અને શ્લોકોના પઠન 10 લાખની જોગવાઈ

શાળામાં શ્રીમદ ભાગવત ગીતાસાર અને શ્લોકોના પઠન 10 લાખની જોગવાઈ તથા કોર્પોરેશનની શાળાના વિદ્યાર્થીઓને સ્કીલ ડેવલમેન્ટના ક્લાસની જોગવાઇ 6 કરોડની જોગવાઈ કરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કુલ 449 શાળાઓના 5 માધ્યમ માં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નાણાકીય વર્ષ 2024-25 માં કુલ 67 કરોડનો ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો છે જ્યારે શાળામાં માળખાકીય સુવિધા પાછળ કુલ 80 કરોડના ખર્ચનો અંદાજ ડ્રાફ્ટ બજેટમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ રાખ્યો છે.  હાલમાં અમદાવાદની 35 જેટલી શાળાઓ સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત સ્માર્ટ શાળા તૈયાર કરવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં તમામ શાળાઓ સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત સ્માર્ટ બને તે રીતનું આયોજન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. 

વધુ વાંચો :ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: બજેટ સત્ર-રામ મંદિર, જાણો કયા-કયા મુદ્દાઓ પર થશે ચર્ચા

અંતિમ બજેટ ટૂંક સમયમાં જાહેર કરશે

ખાનગી શાળામાં જે રીતે ફીનો બોજો વાલીઓ પર પડી રહ્યો છે ત્યારે કોર્પોરેશનની શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સમય દરમિયાન ખાનગી શાળાના ટક્કર આપવા માટે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાગી હિત, UPSC GPSC ની પ્રાથમિક તૈયારીઓ, મોટીવેશનલ સ્પીકરના ક્લાસ જ્યારે વિશેષ પ્રતિભા ધરાવતા બાળકોને ખાસ પ્રશિક્ષણની વ્યવસ્થા પણ નાણાકીય વર્ષ 2024-25 ના બજેટમાં કરવામાં આવી છે, આમ હવે નગર પ્રાથમિક શિક્ષકના ચેરમેન અને સત્તાધીશો ડ્રાફ્ટ બજેટમાં ફેરફાર કરીને અંતિમ બજેટ ટૂંક સમયમાં જાહેર કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ