બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Cabinet meeting chaired by Bhupendra Patel today: Budget session-Ram Mandir, know which issues will be discussed

ગાંધીનગર / ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: બજેટ સત્ર-રામ મંદિર, જાણો કયા-કયા મુદ્દાઓ પર થશે ચર્ચા

Vishal Khamar

Last Updated: 08:29 AM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયબ્રન્ટ ગુજરાત સમિટ બાદ ગાંધીનગર ખાતે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળનારી છે. આ બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલ કામગીરીની સમીક્ષા તેમજ બજેટસત્રને લઈ ચર્ચા કરવામાં આવશે. તેમજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પણ ચર્ચા થઈ શકે છે.

  • ગાંધીનગરમાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક 
  • CMના અધ્યક્ષસ્થાને મળનારી બેઠકમાં બજેટસત્રને લઈને ચર્ચા થશે 
  • 18 જાન્યુઆરીથી શરૂ થનાર વનયાત્રા સંદર્ભે પણ થશે ચર્ચા

ગાંધીનગમાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળનાર છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષસ્થાને મળનારી બેઠકમાં બજેટસત્રને લઈને ચર્ચા થશે. તેમજ વિવિધ વિભાગોની નવી યોજનાઓને ધ્યાને રાખી ચર્ચા પણ કરાશે. 18 જાન્યુઆરીથી શરૂ થનારા વનયાત્રા સંદર્ભે પણ ચર્ચા થશે. તેમજ તાજેતરમાં વાયબ્રન્ય ગુજરાત સમિટમાં થયેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે.તો 22 મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સ્વચ્છતા અભિયાનની પણ ચર્ચા કરાશે. 

વાયબ્રન્ટ ગુજરાત સમિટનો નવો રેકોર્ડ
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024એ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. અત્રે જણાવી કે, વર્ષ 2022માં કોરોના મહામારીને કારણે મુલતવી રાખવામાં આવેલી વાઈબ્રન્ટ સમિટમાં 57, 241 પ્રોજેક્ટ્સમાં 18.87 લાખ કરોડ રૂપિયાના એમઓયુ થયા હતા. જ્યારે જાન્યુઆરી 2024માં યોજાયેલી વાયબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિમાં 41,299 પ્રોજેક્ટ્સમાં રૂ. 26.33 લાખ કરોડના રોકાણ માટે એમઓયુ થયા છે. આ રીતે ગુજરાતે રૂ. 45 લાખ કરોડથી વધુના રોકાણ માટે કુલ 98,540 પ્રોજેક્ટ માટે એમઓયુની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ