બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / update address in aadhaar without any document proof

કામની વાત / વારેઘડી મકાન બદલનારાને મળશે મોટી રાહત, આ રીતે Aadhaarમાં અપડેટ કરી શકાશે એડ્રેસ

Bhushita

Last Updated: 09:11 AM, 7 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે વારેઘડી મકાન ચેન્જ કરો છો તો ચિંતા ન કરશો, હવે કોઈ પણ ડોક્યૂમેન્ટ વિના આધારમાં એડ્રેસ અપડેટ કરી શકાશે.

  • વારેઘડી મકાન બદલનારાને મળશે મોટી રાહત
  • કોઈ પણ ડોક્યૂમેન્ટ વિના આધારમાં અપડેટ કરી શકાશે એડ્રેસ
  • જાણો શું છે પ્રોસેસ

જો તમે એક મકાનથી શિફ્ટ થઈને અન્ય મકાનમાં જાઓ છો પણ આધારમાં એડ્રેસ અપડેટ ન થવાથી પરેશાન છો કેમકે તમારી પાસે કોઈ વેલિડ ડોક્યૂમેન્ટ પ્રૂફ નથી કે જેનાથી તમે તેને અપડેટ કરી શકો. તો હવે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. Unique Identication Authority of India (UIDAI) એ દેશના લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને તેઓને તેમનું હાલનું સરનામું અપડેટ કરવાની સુવિદા આપી છે. આ સમયે તેમની પાસે કોઈ એડ્રેસ પ્રૂફ નહીં હોય તો પણ તેઓ આ કામ કરી શકશે. Unique Identication Authority of India (UIDAI) ના આધારે આ કામ તમે એક એડ્રેસ વેરિફાયરની મદદથી એક એડ્રેસ વેલિડેશન લેટર ઓનલાઈન મોકલીને કરી શકો છો. 

આ સર્વિસનો ક્યારે કરી શકો છો ઉપયોગ
આ સર્વિસ એ લોકો માટે ફાયદો કરે છે જેઓ એક જગ્યાએથી અન્ય જગ્યાએ શિફ્ટ થયા છે. જેમ કે કોઈના લગ્ન થઈ જાય તો આ સર્વિસની મદદથી તેઓ ઓનલાઈન નવું એડ્રેસ સરળતાથી બદલી શકે છે. 

એડ્રેસ વેરિફાયર કોણ હોઈ શકે છે
તમારા એડ્રેસ વેરિફાયરમાં પરિવારના કોઈ સભ્ય, મિત્ર, મકાન માલિક હોઈ શકે છે. જે તમને તે એડ્રેસ ઉપયોગ કરવાની પરમિશન આપી શકે છે. એડ્રેસ ત્યારે જ અપડેટ થઈ શકે છે જ્યારે તમે શરતોને પૂરી કરી રહ્યા હોવ.

કઈ છે શરતો
રેસિડન્ટ અને એડ્રેસ વેરિફાયર બંનેના મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરાયા હોય.
રેસિડન્ટ અને એડ્રેસ વેરિફાયરના ઓટીપીની મદદથી ઓથેન્ટિફિકેશન થવું જોઈએ. 
એડ્રેસમાં આધારમાં ઉપયોગ કરાયેલા એડ્રેસ વેરિફાયરની મંજૂરી હોવી જોઈએ. 

આ રીતે આધારમાં પોતાનું એડ્રેસ ઓનલાઈન કરો અપડેટ

સૌ પહેલાં તો  https://uidai.gov.in/  પર જાઓ અને 'My Aadhaar' મેનૂમાં  'Address Validation Letter' પર ક્લિક કરો. 
હવે સીધા 'Request for Address Validation Letter' પેજ પર પહોંચી જશો. 
અહીં 12 અંકનો આધાર નંબર લખો અને 16 અંકનો વર્ચ્યુઅલ આઈડી નંબર લખો.
કેપ્ચા ભરો અને 'Send OTP' પર ક્લિક કરો
રજિસ્ટર્ડ મોબાઈલ પર તમને ઓટીપી મળશે તેને ભર્યા બાદ લોગઈન કરો. 
હવે તમે Address Verifier ની ડિટેલ્સ ભરો, તેનો આધાર નંબર ભરો. 
Address Verifier ને એક મેસેજ મળશે તેમાં એક લિંક હશે. તેનાથી તેને મંજૂરી આપવાની રહેશે. 
આ પછી એક અન્ય એસએમએસ ઓટીપી સાથે મળશે. તે લખો અને કેપ્ચા ભરીને વેરિફાઈ કરો.
આ વેરિફાઈ થશે તો તમને Service Request Number (SRN) SMSની મદદથી મળશે. 
SRNની મદદથી લોગઈન કરો અને એડ્રેસનો પ્રીવ્યુ કરો. તેને એડિટ કરો અને સબમિટ કરો. તમારા SRNને નો કરો. 

આ ઓનલાઈન પ્રોસેસ બાદ તમારા આધારમાં તમારું નવુ સરનામું વિના કોઈ ડોક્યૂમેન્ટ અપડેટ થઈ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Address Update Document Home rent અપડેટ આધાર કાર્ડ એડ્રેસ ડોક્યૂમેન્ટ પ્રોસેસ મકાન update address in aadhaar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ