બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / UP politics big news, uncle and nephew 'meeting', Shivpal's party merges with SP

રાજનીતિ / યુપી રાજનીતિના મોટા સમાચાર, કાકા અને ભત્રીજાનું 'મિલન', શિવપાલની પાર્ટીનો સપામાં વિલય

Hiralal

Last Updated: 03:05 PM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીની રાજનીતિની એક મહત્વની ઘટનામાં ભત્રીજા અખિલેશ અને કાકા શિવપાલ યાદવ વચ્ચેનો ઝગડો શમી ગયો છે.

  • યુપીમાં અખિલેશ અને શિવપાલ વચ્ચેનો ઝગડો પૂરો
  • અખિલેશે શિવપાલ યાદવને સપાનો ઝંડો પકડાવ્યો 
  • શિવપાલ પોતાની પાર્ટી PSPનો સપામાં કર્યો વિલય 

મૈનપુરી લોકસભા સીટ પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ડિમ્પલ યાદવ શાનદાર જીત તરફ આગળ વધી રહી છે. આ દરમિયાન સપા અધ્યક્ષ અખિલેશ યાદવે શિવપાલ યાદવના ઘરે જઈને તેમને મળ્યા હતા. અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીનો ઝંડો શિવપાલ સિંહ યાદવને સોંપ્યો હતો. આ સાથે શિવપાલ એસપીમાં જોડાયા હતા અને પોતાની પાર્ટીનો પીએસપીનો સમાજવાદી પાર્ટીમાં વિલય કરાવ્યો હતો. 

મેનપુરી પેટાચૂંટણીમાં ડિંપલ યાદવ રેકોર્ડબ્રેક જીત તરફ 
મુલાયમ સિંહ યાદવના નિધન બાદ મૈનપુરીમાં પેટાચૂંટણી યોજાઈ હતી. આવી સ્થિતિમાં મુલાયમનો વારસો કહેવાતી આ બેઠક સપા પરિવાર માટે ઘણી મહત્વની માનવામાં આવતી હતી. આ જ કારણ હતું કે ચૂંટણી પહેલા અખિલેશ યાદવ પોતાના કાકા શિવપાલ યાદવ સાથે જૂના સંબંધો ખતમ કરવા માટે રાજી થઇ ગયા હતા. આ પછી શિવપાલ યાદવ અને અખિલેશે મળીને આ સીટ પર ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ પહેલા 2022ની વિધાનસભા ચૂંટણીમાં શિવપાલ યાદવ અને અખિલેશ યાદવ જૂના વિવાદને ખતમ કરવા માટે ભેગા થયા હતા. શિવપાલે પણ સપાની ટિકિટ પર જસવંતનગર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી હતી અને જીતી હતી. 

મુલાયમસિંહના નિધન બાદ કાકા અને ભત્રીજા ભેગા થયા 
મુલાયમ સિંહ યાદવનું આ વર્ષે 10 ઓક્ટોબરના રોજ નિધન થયું હતું. આ પછી અખિલેશ અને શિવપાલ વચ્ચે ઘણી નિકટતા જોવા મળી હતી. એવું પહેલેથી જ કહેવાતું હતું કે અખિલેશ અને શિવપાલ હવે સાથે આવી શકે છે. આવું જ કંઈક મૈનપુરી ચૂંટણીમાં મતદાન પહેલા થયું હતું. અખિલેશ યાદવ પોતાની પત્ની ડિમ્પલ યાદવ સાથે શિવપાલના ઘરે તેમને મળવા ગયા હતા. આ દરમિયાન શિવપાલે પોતાના સમર્થનની જાહેરાત કરી હતી. આ પછી શિવપાલ અને તેમના પુત્ર આદિત્યએ પણ ડિમ્પલ માટે ઉગ્ર પ્રચાર કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ