બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Union Home Minister Amit Shah launched 4 smart schools in Ahmedabad

અમદાવાદીઓને ભેટ / કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદની 4 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ, સાંજે નેશનલ ગેઈમ્સનો મૅસ્કોટ લોન્ચ કરશે

Dhruv

Last Updated: 11:25 AM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓએ આજે અમદાવાદમાં AMC સંચાલિત 4 સ્માર્ટ સ્કૂલોનું ઉદ્ઘાટન કર્યું.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે
  • અમદાવાદમાં 4 સ્માર્ટ સ્કૂલોનું અમિત શાહે કર્યું ઉદ્ઘાટન
  • સાંજે 36મી નેશનલ ગેમ્સ 2022ના કાર્યક્રમમાં આપશે હાજરી

ગૃહમંત્રી અમિત શાહે AMC સંચાલિત 4 સ્માર્ટ સ્કૂલોમાં નારણપુરા શાળા નંબર-6, ઘાટલોડિયા શાળા નંબર-2, વાડજની ગાંધીનગર શાળા નંબર-2 અને થલતેજની શાળા નંબર-2નું ઉદ્ઘાટન કર્યું છે. આ સ્માર્ટ સ્કૂલો વિવિધ સુવિધાઓથી સજ્જ છે. મહત્વનું છે કે, સામાન્ય વર્ગના બાળકો પણ આ સ્માર્ટ શાળામાં અભ્યાસ કરી શકશે.

જાણો શું છે આ સ્માર્ટ સ્કૂલની વિશેષતા

  • ક્રોમ બુક, ફાયર સેફટીના સાધનોથી સજ્જ સ્કૂલ
  • CCTV કેમેરા, લોકરની સુવિધા,
  • પ્રોજેક્ટર, ગણિત, વિજ્ઞાન અને જુદી-જુદી આધુનિક લેબ
  • પ્રી-એજ્યુકેશનલ કીટ, 3D એજ્યુકેશનલ ચાર્ટ
  • અભ્યાસ માટે જરૂરી વર્કિંગ મોડેલ
  • ડીજીટલ પ્લેનેટોરીયમ, ફ્યુચર ક્લાસરૂમ
  • ફોલ્સ સીલીંગ, મલ્ટીપ્લે સ્ટેશન અને આઉટડોર રબર મેટ
  • ફ્રેન્સી બેન્ચ, ઇન્ડોર મેટ, વ્હાઈટ બોર્ડ, સ્પોર્ટ્સ કીટ જેવી અનેક સુવિધાઓથી સજ્જ છે આ સ્કૂલ

ટ્રાન્સસ્ટેડિયામાં છઠ્ઠી અખિલ ભારતીય પ્રિઝન ટ્યુટી મીટમાં હાજરી આપશે

તદુપરાંત તેઓ કાંકરિયા પાસેના ટ્રાન્સસ્ટેડિયામાં છઠ્ઠી અખિલ ભારતીય પ્રિઝન ટ્યુટી મીટમાં હાજરી આપશે. એ સિવાય સાંજે 36મી નેશનલ ગેમ્સ 2022ના કાર્યક્રમમાં હાજરી આપશે અને મેસ્કોટનું અનાવરણ કરશે.

નેશનલ ગેમ્સની એન્થેમ લોન્ચ કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 36માં રાષ્ટ્રીય રમતોત્સવના મૅસ્કોટનું અનાવરણ કરશે. ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન રમાનારી 36મી નેશનલ ગેમ્સનું ઍન્થમ લૉન્ચ કરાશે. આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લૉન્ચ કરાશે. 36મી નેશનલ ગેઈમ્સ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની 36 રમતોમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 હજાર જેટલાં રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ભાગ લેશે. 36મી નેશનલ ગેઈમ્સના ભવ્યાતિભવ્ય આયોજન પહેલાં મેસ્કોટ અને એન્થમ લૉન્ચિંગનો ભવ્ય રંગારંગ સમારોહ અમદાવાદના વિશાળ ટ્રાન્સસ્ટેડિયમ ખાતે આજે સાંજે 6.00 કલાકે યોજાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ