બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / uniform civil code implement in uttarakhand cm pushkar singh dhami

નિર્ણય / CM પુષ્કરસિંહ ધામીનું મોટું એલાનઃ ઉત્તરાખંડમાં લાગૂ થશે યૂનિફૉર્મ સિવિલ કોડ, જાણો શું છે કોમન સિવિલ કોડ

Hiren

Last Updated: 12:06 AM, 25 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પદ સંભાળતા જ પોતાનું વચન પુરૂ કરી દીધું છે. શપથ લેતા પહેલા જ મુખ્યમંત્રીએ વાયદો કર્યો હતો.

  • CM પુષ્કરસિંહ ધામીનું મોટું એલાન
  • ઉત્તરાખંડમાં લાગૂ થશે યૂનિફૉર્મ સિવિલ કોડ
  • શપથ લેતા પહેલા જ મુખ્યમંત્રીએ કર્યો હતો વાયદો

મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ એલાન કર્યું છે કે, અમે રાજ્યમા સમાન નાગરિકા સંહિતા એટલે કે યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય મંત્રીમંડળે આ નિર્ણયને સર્વસંમતિથી પોતાની સહમતિ નોંધાવી છે અને હવે બહુ જલ્દીથી વિશેષજ્ઞોની એક સમિતિ બનાવવામાં આવશે અને રાજ્યમાં યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે ઉત્તરાખંડ આ કોડ લાવનારુ દેશનું પ્રથમ રાજ્ય હશે.

શપથ લેતા પહેલા જ મુખ્યમંત્રીએ કર્યો હતો વાયદો

પુષ્કરસિંહ ધામીએ બુધવારે જ મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા જ આ એલાન કરી દીધું હતું કે તેઓ સત્તા સંભાળતા જ રાજ્યમાં સમાન નાગરિક સંહિતાને લાગૂ કરીશું. પુષ્કરસિંહ ધામીએ કહ્યું હતું કે મારા મુખ્યમંત્રી બનતા જ તેઓ તમામ વચનો પૂર્ણ કરવામાં આવશે, જે ચૂંટણી દરમિયાન ભાજપે કર્યા હતા, તેમાં યૂનિફોર્મ સિવિલ કોર્ડ પણ સામેલ છે.

કોમન સિવિલ કોડ(યુનિફોર્મ સિવિલ કોડ) શું છે?

કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો છે જે તમામ ધર્મોના લોકોને સમાનરૂપે લાગુ પડે છે. યુનિફોર્મ સિવિલ કોડનો અમલ દરેક ધર્મ માટે સમાન કાયદો લાવશે. હાલ બધા ધર્મોના લોકો આ બાબતોને તેમના વ્યક્તિગત કાયદા હેઠળ સમાધાન કરે છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયોમાં વ્યક્તિગત કાયદો છે જ્યારે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ નાગરિક કાયદા હેઠળ આવે છે. બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણમાં કલમ 44 હેઠળ રાજ્યની જવાબદારી જણાવી છે. સમાન નાગરિક સંહિતામાં લગ્ન, છૂટાછેડા, સંપત્તિ-વારસો અને વહેંચણી માટે તમામ ધર્મો માટે એક જ કાનૂન લાગુ કરવાની વાત કરવામાં આવી છે. 

યૂનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા એટલે એવો કાયદો જે ધર્મનિરપેક્ષ હોય અને તમામ ધર્મના લોકો પર એકસમાન રીતે લાગુ થાય. બીજા શબ્દોમાં જુદાં જુદાં ધર્મો માટે જુદાં જુદાં સિવિલ લૉ ન હોવા એ યૂનિફોર્મ સિવિલ કોડની મૂળ ભાવના છે. ટૂંકમાં ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો હોવો જોઇએ, પછી ભલે તે ગમે તે ધર્મનો હોય. સમાન નાગરિક સંહિતામાં લગ્ન, છૂટાછેડા અને સંપત્તિની વહેંચણીના મામલાઓમાં તમામ ધર્મો માટે એક જ કાયદો લાગુ થશે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ દરેક ધર્મના લોકો માટે એક સરખો કાયદો આવી જશે. 

જુદાં જુદાં ધર્મોના અલગ પર્સનલ લૉ

હાલ દેશમાં મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયના પર્સનલ લૉ છે. જ્યારે હિન્દુ સિવિલ લૉ અંતર્ગત હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ ધર્મના લોકો આવે છે. બંધારણના અનુચ્છેદ ૪૪માં સમાન નાગરિક સંહિતાની વાત આવે છે જે અનુસાર આ કાયદો લાગુ કરવાની જવાબદારી રાષ્ટ્રની છે પરંતુ આજ દિન સુધી આ કાયદો દેશમાં લાગુ થઇ શક્યો નથી. વખતોવખત આ કાયદો લાગુ કરવાની ચર્ચા જરૂર થાય છે પરંતુ રાજકીય વાદવિવાદ બાદ આ મુદ્દો કોરાણે મૂકી દેવામાં આવે છે. ભાજપ અને આરએસએસ પહેલેથી કૉમન સિવિલ કોડની તરફેણ કરતા આવ્યાં છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ