ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / સવારમાં ઉઠીને જો આ 5 વસ્તુ પીવાની આદત હોય સુધારી દેજો, શરીર માટે ખૂબ હાનિકારક

હેલ્થ ટિપ્સ / સવારમાં ઉઠીને જો આ 5 વસ્તુ પીવાની આદત હોય સુધારી દેજો, શરીર માટે ખૂબ હાનિકારક

Last Updated: 01:13 PM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unhealthy Drinks In The Morning: જો આપણે હેલ્ધી લાઈફ જીવવી છે તો દિવસની શરૂઆત પણ સ્વસ્થ્ય રીતે કરવી પડે છે. નહીં તો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ADVERTISEMENT

સવારનો સમય આપણા આખા દિવસ માટે સૌથી મહત્વનો હોય છે. આ આપણા શરીરને ઉર્જા અને મેન્ટલ ક્લેરિટી મેળવવાનો સમય હોય છે. પરંતુ ઘણી વખત આપણે અજાણતા અમુક એવી વસ્તુનું સેવન કરી લીએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. અહીં અમે એવા 5 અનહેલ્ધી ડ્રિંક્સના વિશે ચર્ચા કરીશું જેને સવારના સમયે પીવાથી બચવું જોઈએ.

સવારના સમયે ન પીવો આ વસ્તુઓ

SOFT-DRINK.jpg

સોડા અને કાર્બોનેટેડ ડ્રિંક્સ

સવારે સોડા કે કોઈ પણ પ્રકારની કાર્બોનેટેડ ડ્રિંક્સ પીવી બિલકુલ યોગ્ય નથી. તેમાં વધારે પ્રમાણમાં ખાંડ અને કેફીન હોય છે. જે તમારી બોડીને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે પરંતુ અમુક જ સમય બાદ થાક અને ઉર્જાની કમી થવા લાગે છે. તેના ઉપરાંત તેમાં હાજર કાર્બન ડાયોક્સાઈડ ગેસ તમારા પેટમાં ગેસ બ્લોટિંગની સમસ્યા પેદા કરી શકે છે.

Cold-Drinks1

એનર્જી ડ્રિંક્સ

એનર્જી ડ્રિંક્સમાં વધારે પ્રમાણમાં કેફીન અને શુગર હોય છે જે તમારા સરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સવારના સમયે તેનું સેવન કરવાથી બ્લડ શુગરનું લેવલ અચાનક વધી શકે છે. જેનાથી તમને આખો દિવસ ઉર્જાની કમી અને થાક લાગે છે. તેના ઉપરાંત એનર્જી ડ્રિંક્સ હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર વધી શકે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક હોઈ શકે છે.

tea 2

ગળી ચા કે કોફી

ચા કે કોફીનું સેવન સવારના સમયે સામાન્ય છે પરંતુ તેમાં વધારે પ્રમાણમાં ખાંડ મિક્સ કરીને પીવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. વધારે શુગરનું સેવન વજન વધારવા અને ડાયાબિટીસ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. ખાંડ વાળી ચાની જગ્યા પર બ્લેક કોફીનું સેવન કરો.

food-daan-vastu

પેકેજ્ડ ફ્રૂટ જ્યૂસ

પેકેજ્ડ ફ્રૂટ જ્યુસને મોટાભાગે લોકો હેલ્ધી ઓપ્શન માને છે. પરંતુ તેમાં વધારે પ્રમાણમાં શુગર અને પ્રિઝર્વેટિવ્સ હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેમાં ફાઈબરની કમી હોય છે અને વધારે પોષક તત્વ પ્રોસેસિંગ વખતે નષ્ટ થઈ જાય છે. માટે તાજા ફળોનું સેવન કરવું વધારે ફાયદાકારક હોય છે.

વધુ વાંચો: તમારી પ્લેનની મુસાફરી બનશે સસ્તી અને આરામદાયક, ફોલો કરો 10 સરળ ટિપ્સ

bhang-1

ફ્લેવર્ડ મિલ્ક

ફ્લેવર્ડ મિલ્ક જેવા કે ચોકલેટ મિલ્ક કે સ્ટ્રોબેરી મિલ્કમાં વધારે પ્રમાણમાં ખાંડ અને આર્ટિફિશ્યલ ફ્લેવર્સ હોય છે. તેનું નિયમિત સેવન વજન વધવા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. માટે પ્લેન દૂધ કે અન્ય હેલ્ધી ઓપ્શન્સ જેવા કે બદામ કે સોયા મિલ્કનું સેવન કરો.

સંકળાયેલા મુદ્દાઓ

Breakfast Health Tips Moring Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ