બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Underutilised Assets To Be Monetised, Ownership To Remain With Centre

વિનિવેશ / સરકારી સંપત્તિઓના વેચાણને લઈને નાણામંત્રી સીતારામણે કરી મોટી જાહેરાત, જમીન સિવાયનું આ બધુ વેચાશે

Hiralal

Last Updated: 06:36 PM, 23 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન પ્રોગ્રામ (NMP) નો શુભારંભ કર્યો છે.

  • નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન પ્રોગ્રામનો શુભારંભ
  • નાણામંત્રી નિર્મલા સીતારામણે શુભારંભ કર્યો પ્રોગ્રામ
  • ઓછી વપરાયેલી સંપત્તિઓનું જ વેચાણ કરાશે

નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન પ્રોગ્રામનો શુભારંભ કરતા નિર્મલા સીતારામણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર ફક્ત ઓછી વપરાયેલી સંપત્તિઓનું જ વેચાણ કરશે અને તેની માલિકી સરકારની રહેશે. 

રસ્તા, રેલવે, એરપોર્ટથી પાવર ટ્રાન્સમિશન લાઇન અને ગેસ પાઇપલાઇન વેચાશે

નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન મિશન રસ્તા, રેલવે, એરપોર્ટથી પાવર ટ્રાન્સમિશન લાઇન અને ગેસ પાઇપલાઇન સુધીના ઘણા ક્ષેત્રોને આવરી લેશે. નાણામંત્રીએ ભાર મૂક્યો હતો કે સરકાર તેની કોઈપણ સંપત્તિ વેચશે નહીં, પરંતુ તેનો વધુ સારી રીતે ઉપયોગ કરશે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે બ્રાઉનફિલ્ડ એસેટ્સનું મુદ્રીકરણ ખાનગી ભાગીદારી લાવીને કરવામાં આવશે. આ પ્રક્રિયામાંથી મળેલી રકમનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ માટે કરવામાં આવશે.

શા માટે જરુર પડી 
- નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન (NMP) ની મદદથી રોકાણકારોને પ્રોજેક્ટ વિશે સ્પષ્ટ ચિત્ર ઉપલબ્ધ થશે. રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન વાસ્તવમાં સરકારની સંપત્તિ મુદ્રીકરણ પહેલ મુજબ મધ્યમ ગાળાના રોડ મેપ કહી શકાય. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે આ નાણાકીય વર્ષ એટલે કે 2021-22 ના બજેટમાં સંપત્તિ મુદ્રીકરણની જાહેરાત કરી હતી. 

છ લાખ કરોડ એકત્ર કરવાની યોજના
ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઇપીએએમ) ના સચિવ તુહિનકાંત પાંડેએ કહ્યું, 'લગભગ છ નેશનલ મોનેટાઇઝેશન પ્લાન પર કામ ચાલી રહ્યું છે જેના દ્વારા છ લાખ કરોડ એકત્ર કરવાની મોદી સરકારની યોજના છે. કેન્દ્ર સરકારે દેશની તમામ મહત્વની સરકારી સંપત્તિઓ વેચવાનો પ્લાન ઘડ્યો છે. જે અનુસાર આગામી ચાર વર્ષમાં રસ્તાઓ, રેલવેની સંપત્તિઓ, એરપોર્ટ, પાવર ટ્રાન્સમિશન લાઈન તથા ગેસ પાઈપલાઈનનું વેચાણ કરી નાખવામાં આવશે અને આ રીતે 6 ટ્રિલિયન અંદાજે (81 બિલિયન ડોલર)ની રકમ ભેગી કરવાનો સરકારનો હેતુ છે.

 LIC સહિતની બીજી કંપનીઓનું વિનિવેશ કરાશે 
જ્યારે આ વર્ષે વ્યાપક વિનિમય દરખાસ્તોમાં ભારતીય જીવન વીમા કોર્પોરેશન દ્વારા પ્રારંભિક જાહેર ઓફર તેમજ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને એર ઇન્ડિયા લિમિટેડ જેવી કંપનીઓમાં હિસ્સો વેચવાનો સમાવેશ થાય છે, ત્યારે સીતારમણ સોમવારે માત્ર માળખાકીય સંપત્તિના મુદ્રીકરણ માટે યોજના જાહેર કરે તેવી અપેક્ષા છે. રસ્તાઓના વેચાણ દ્વારા 1.6 ટ્રિલિયન અને રેલવેની સંપત્તિઓ વેચીને 1.5 ટ્રિલિયનની આવક રળવાનું સરકારનું આયોજન છે. પાવર સેક્ટરની સંપત્તિ વેચીને 1 ટ્રિલિયન, ગેસ પાઇપલાઇન ₹ 590 અબજ અને ટેલિકોમ્યુનિકેશન સંપત્તિઓના વેચાણ દ્વારા  400 બિલિયન મળી શકે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ