બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
દિવ્યાંગો દ્વારા અને દિવ્યાંગો માટેનો સ્ટોર
મુંબઈમાં કાંદિવલી વિસ્તારમાં સ્પેશ્યલી એબલ્ડ બાળકો માટે એક અનોખો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ પ્રયોગનું નામ છે ઉર્જા. ઉર્જા અંતર્ગત સ્પેશ્યલ બાળકો માટે એક U-Mart ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મોટેભાગે ચિલ્ડ્રન વિથ સ્પેશ્યલ નીડ ધરાવતા બાળકો જ કામ કરે છે એટલે કે અને અહીં ખાસ બાળકો માટેની વસ્તુઓ વધારે મળે છે. આ સ્ટોર આખા મુંબઇનો આ પ્રકારનો પહેલો સ્ટોર છે.
ADVERTISEMENT
આ બાળકોને ખાસ પ્રકારની ટ્રેનિંગ અપવામાં આવે છે કે જેથી તેઓ બિલિંગ કરતાં શીખી શકે. પ્રોડક્ટ્સની એક્સપાયરી ડેટ વગેરે ચકાસી શકે. અને પ્રોડક્ટ્સનું સેલિંગ તેમજ મેનેજમેન્ટ પણ શીખી શકે.
ADVERTISEMENT
મૂળ અમરેલીના પણ મુંબઇમાં રહેતા ડોક્ટરની પહેલ
મૂળ અમરેલીના ગુજરાતી એવા ડો. મિહિર પારેખ દ્વારા આ પહેલ કરવામાં આવી છે તેઓ હાલ મુંબઇમાં ઉર્જા કાઉન્સેલિંગ સેન્ટર અને રેમેડીયલ સેન્ટર ચલાવે છે. આ પ્રકારના બાળકો કોઈ અલગ નથી પણ આપણા જેવા જ માણસ છે અને તેઑ પણ ઘણા મોટા કરતબ કરી શકે છે તેમની પાસે પણ શક્તિ અને સામર્થ્ય છે એવું ડો. મિહિર જણાવે છે. તેઓ વધુમાં કહે છે કે યુવાનો જો આ પ્રવૃત્તિમાં રસ લેતા થશે તો આવનારી પેઢી માટે ઘણું સરળ બની જશે. કોઈ તેમની અવગણના નહીં કરે અને તેમણે સમાન રીતે જ ટ્રીટ કરવામાં આવશે.
ADVERTISEMENT
મૂળ ગુજરાતી ડૉક્ટરનો સિંહફાળો
ADVERTISEMENT
આ સ્ટોરના નિર્માણમાં ગુજરાતનાં જ એક ડૉક્ટર ડો. મિહિર પારેખનો મોટો ફાળો છે અને તેમણે કહ્યું હતું કે સ્પેશ્યલ બાળકો દ્વારા જ આ સ્ટોર ચલાવવામાં આવે છે અને તેમના માટે જરૂરિયાતની ઘણી વસ્તુઓ પણ ત્યાં સરળતાથી મળી જાય છે. માટે એક વખત તેની અવશ્ય મુલાકાત લેજો.
ડો. મિહિર પારેખ મુંબઇમાં ઉર્જા કાઉન્સેલિંગ સેન્ટર અને રેમેડીયલ સેન્ટર ચલાવે છે. તેઓ ઓટીઝમથી પીડાતા બાળકો અને મોટાઓ માટે પણ કામ કરે છે. આ સિવાય ડાઉન્સ સીન્ડરોમ, સેરેબ્રલ પાલ્સી બીજા વારસાગત રોગો તથા આ પ્રકારના રોગો ધરાવતા બાળકોને સારવાર અને કાઉન્સેલિંગ કરવાનું કામ કરે છે.
તેઓ IQ અને સાયકો એજ્યુકેશનલ વિકાસ માટેની પરીક્ષાઓ પણ ગોઠવે છે. માનસિક વિકારો તથા ઓટીઝમ જેવા રોગો માટે સ્પેશ્યલ સ્કૂલિંગ અને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.
ઉર્જા ટ્રસ્ટ અને ડો. મિહિરનું ધ્યેય છે કે આગામી દિવસોમાં યુવાનોમાં જાગૃતિ આવે અને આ બાળકોને પણ સમાજનો હિસ્સો જ માનવામાં આવે તેમજ સમાન રીતે જ ટ્રીટ કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.