બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / વિશ્વ / UK PM Rishi Sunak arrived to listen to Morari Bapu's Ramakatha

રામકથામાં UKના PM / 'આજે હું PM નહીં, એક હિન્દુ તરીકે આવ્યો છું', મોરારી બાપુની રામકથા સાંભળવા પહોંચ્યા UKના PM ઋષિ સુનક

Priyakant

Last Updated: 11:58 AM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rishi Sunak Morari Bapu Ram Katha News: ઋષિ સુનકે કહ્યું કે, હું આજે અહીંથી રામાયણ (રામકથા)ની સાથે ભગવદગીતા અને હનુમાન ચાલીસાને યાદ કરીને જાઉં છું

  • બ્રિટનના PM ઋષિ સુનકે મોરારી બાપુની રામકથામાં હાજરી આપી 
  • આજે હું PM નહીં, એક હિન્દુ તરીકે આવ્યો છું: ઋષિ સુનક
  • આસ્થા મારા માટે ખૂબ જ અંગત બાબત: ઋષિ સુનક

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે મંગળવારે મોરારી બાપુની રામકથામાં હાજરી આપી હતી. વાત જાણે એમ છે કે, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોરારી બાપુની રામકથા થઈ રહી છે. આ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પણ મોરારી બાપુના વ્યાસપીઠ પર 'જય સિયારામ' ના નારા લગાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઋષિ સુનકે કહ્યું હતું કે, આજે હું PM નહીં, એક હિન્દુ તરીકે આવ્યો છું. 

શું કહ્યું ઋષિ સુનકે ? 
મોરારી બાપુની રામકથા સાંભળવા આવેલા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોરારી બાપુની રામકથામાં હાજર રહેવું એ સન્માન અને આનંદની વાત છે. તેમણે કહ્યું કે, તેઓ અહીં વડાપ્રધાન તરીકે નહીં, પરંતુ એક હિન્દુ તરીકે જોડાયા છે.

આસ્થા મારા માટે ખૂબ જ અંગત 
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું, 'આસ્થા મારા માટે ખૂબ જ અંગત બાબત છે. તે મને મારા જીવનના દરેક પાસામાં માર્ગદર્શન આપે છે. વડાપ્રધાન બનવું એ ખૂબ જ સન્માનની વાત છે, પરંતુ આ સરળ કાર્ય નથી. અમારે મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે અને અમારો વિશ્વાસ મને મારા દેશ માટે શ્રેષ્ઠ કરવા માટે હિંમત અને શક્તિ આપે છે.

દિવાળી પર દીવા પ્રગટાવવાની વાત કરી યાદ 
આ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું કે, જ્યારે હું ચાન્સેલર હતો, ત્યારે 11 ડાઉનિંગ સ્ટ્રીટ પર દિવાળી પર દીવા પ્રગટાવવાની એક અદ્ભુત અને ખાસ ક્ષણ હતી. 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે મારા ડેસ્ક પર ભગવાન ગણેશની સુવર્ણ મૂર્તિ હોવાનું મને ગર્વ છે. સુનકે કહ્યું કે, મને બ્રિટિશ અને હિંદુ હોવાનો ગર્વ છે. આ દરમિયાન તેણે સાઉથ હેમ્પટનમાં તેના બાળપણને પણ યાદ કર્યું અને કહ્યું કે તે ઘણીવાર તેના ભાઈ-બહેનો સાથે પડોશમાં બનેલા મંદિરમાં જતાં હતા. 

રામાયણ-ભગવદગીતા અને હનુમાન ચાલીસાને લઈ શું કહ્યું ? 
મોરારી બાપુની રામકથામાં પહોંચેલા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું કે, હું આજે અહીંથી રામાયણ (રામકથા)ની સાથે ભગવદગીતા અને હનુમાન ચાલીસાને યાદ કરીને જાઉં છું. મારા માટે ભગવાન રામ જીવનના પડકારોનો સામનો કરવા માટે એક પ્રેરણાદાયી વ્યક્તિ બની રહેશે.  બાપુ તમારા આશીર્વાદથી હું આપણા શાસ્ત્રોએ જે રીતે શીખવ્યું છે તે જ રીતે આગળ વધીશ. તમે જે કરો છો તેના માટે આભાર. તમારા સત્ય, પ્રેમ અને કરુણાના ઉપદેશો હવે પહેલા કરતા વધુ સુસંગત છે.

મોરારી બાપુને કાળી શાલ પહેરાવી
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે મોરારી બાપુને કાળી શાલ પહેરાવી હતી. આ તરફ મોરારી બાપુએ પણ શાલ પહેરાવીને ઋષિ સુનકનું અભિવાદન કર્યું હતું. આ સાથે મોરારી બાપુએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને શિવલિંગ પણ અર્પણ કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ