ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / UK economy suffers biggest drop

કડાકો / કોરોનાને લઇને સતત લોકડાઉનના કારણે બ્રિટિશ અર્થતંત્રને લાગ્યો 300 વર્ષનો સૌથી મોટો ઝટકો

Published By: Divyesh

Last Updated: 07:54 AM, 13 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કારણે સતત લોકડાઉન રહેતા બ્રિટિશ અર્થતંત્રને 300 વર્ષનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે.

ADVERTISEMENT

  • બ્રિટિશ અર્થતંત્રને 300 વર્ષનો સૌથી ઝટકો
  • 2020માં GDPમાં 9.9% નુ ધોવાણ
  • સતત લોકાડાઉનના કારણે વેપાર-ધંધા ઠપ્પ

બ્રિટિશ ઇકોનોમીને કોરોના વાયરસ મહામારીના પગલે 2020માં 300 વર્ષથી વધારે વર્ષના સૌથી મોટા ઘટાડાનો સામનો કરવો પડી રહ્યો છે. ગત વર્ષે બ્રિટેનની ઇકોનોમીમાં 9.9 ટકાનો ઘટાડો નોંધાયો. કોરોના મહામારીના પગલે દુકાન અને રેસ્ટોરાં બંધ થઇ ગયા. આ સાથે કોરોનાના કહેરના પગલે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ અને ઉત્પાદન ઠપ જોવા મળ્યું. 
 

રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય (Office for National Statistics) દ્વારા શુક્રવારના રોજ જાહેર કરવામાં આવેલા 2020ના આવેલ આર્થિક ઘટાડાને વૈશ્વિક નાણાંકીય સંકટ દરમિયાન 2009ના ઘટાડાની સરખામણીમાં બે ટકા વધારે છે. આ ઘટાડો 1709 પછીનો સૌથી મોટો ઘાટડો છે, જ્યારે ગ્રેટ ફ્રોસ્ટતરીકે પ્રસિદ્ધ ઠંડી જોવા મળી હતી. તે સમયે બ્રિટેન મુખ્યતઃ કૃષિ આધારિત ઇકોનોમીમાં હતું. 

દુનિયા ભરના દેશમાં ઝટકા જોવા મળ્યાં

બ્રિટેનના નાણા મંત્રી ઋષિ સુનકે જણાવ્યું કે આજના આંકડા જણાવે છે કે મહામારીના પરિણામ સ્વરુપ ઇકોનોમીને ઘણો મોટો ઝટકો લાગ્યો છે, જેને દુનિયાના ઘણા દેશોએ અનુભવ્યો છે. જો કે શરદી દરમિયાન ઇકોનોમીના ઉતાર-ચઢાવ વચ્ચે કેટલાંક સકારાત્મક સંકેત પણ છે. પરંતુ અમે જાણીએ છીએ કે હાલના લોકડાઉનના કેટલાક લોકો અને ધંધા પર મહત્વપૂર્ણ પ્રભાવ પડી રહ્યો છે. 

ફ્રાંસના જીડીપીમાં 8.3 ટકાનો ઘટાડો

કોવિ-19ના વધારે અન્ય ઔદ્યોગિક લોકશાહી (Industrialialised Democracies)ની સરખામણીમાં બ્રિટેનની ઇકોનોમીને વધારે પ્રભાવિત કરી છે. 2020માં ફ્રાંસની જીડીપીમાં 8.3 ટકા, જર્મનીની ઇકોનોમીમાં 5 ટકા અને અમેરિકાની જીડીપીમાં 3.5 ટકાનો ઘટાડો નોંધાયો.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Economy GDP UK ઇકોનોમી જીડીપી યુકે UK

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ