બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:26 AM, 23 February 2021
ADVERTISEMENT
હવે તમે નવજાત બાળકનું પણ આધાર બનાવી શકો છો. તમને જણાવી દઈએ કે, દેશના કેટલાક હોસ્પિટલોમાં પણ ત્યાં જન્મેલા બાળકોના આધાર કાર્ડ બનાવવા માટે પ્રોસેસ પૂરી કરી લે છે. આજના સમયમાં બાળકોથી લઈને તમામ ઉંમરના લોકો માટે આધાર કાર્ડ એક જરૂરી ડોક્યૂમેન્ટ છે. તેના વિના અનેક કામ અટકી જાય છે. UIDAIએ ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે.
#AadhaarForMyChild
— Aadhaar (@UIDAI) February 22, 2021
Everyone can enroll for Aadhaar - even a newborn child. All you need is the child's birth certificate and #Aadhaar of one of the parents. Book an appointment from https://t.co/bn84FITjmx#KidsAadhaar #BaalAadhaar #Identity #Appointment pic.twitter.com/4Q8yXBhKKV
ADVERTISEMENT
UADAI એ કર્યું ટ્વિટ
UADAIએ ટ્વિટમાં લખ્યું કે, દરેકે આધાર માટે ઈનરોલ કરાલી લેવું. એટલે સુધી કે નવજાત બાળકનું પણ ઈનરોલ કરવામાં આવી શકે છે. તેના માટે તમારી પાસે બાળકનું જન્મ પ્રમાણપત્ર અને માતા-પિતામાંથી કોઈ એકનું આધાર હોવું જોઈએ.
નથી લેવામાં આવતું બાયોમેટ્રીક
તમને જણાવી દઈએ કે 1 દિવસથી લઈને 5 વર્ષ સુધીના બાળકના આધાર માટે બાયોમેટ્રિક ડેટા લેવામાં આવતો નથી. તમને જણાવી દઈએ કે, 5 વર્ષ સુધીના બાળકોનો બાયોમેટ્રીક બદલાતો રહે છે. એટલા માટે તેને લેવામાં આવતો નથી. જ્યારે તમારું બાળક 5 વર્ષનું થઈ જાય ત્યારે તમે તેને અપડેટ કરી શકો છો.
ક્યા ડોક્યૂમેન્ટ્સની પડે છે જરૂર
એક દિવસના બાળકનું આધાર બનાવવા માટે તમારે માત્ર બાળકનું જન્મ પ્રમાણપત્ર અને માતા-પિતામાંથી કોઈ એકનું આધાર કાર્ડ અને ઓળખ પત્ર જોઈએ. આ બે ડોક્યૂમેન્ટની મદદથી તમે તમારા બાળકનું આધાર કાર્ડ સરળતાથી બનાવી શકો છો.
કેવી રીતે કરાવી શકો છો રજીસ્ટ્રેશન
વધુ જાણકારી માટે આ લિંક પર ક્લિક કરો
બાળકોના આધાર અંગે વધુ જાણકારી અને અપોઈનમેન્ટ માટે તમે આ લિંક https://ask.uidai.gov.in/ પર વિઝિટ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Stock Market Today / માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં બમ્પર ઉછાળો, નિફ્ટીએ તો રેકોર્ડ સર્જ્યો, રોકેટની જેમ ભાગ્યાં આ 10 શેર
Priyankka Triveddi
Petrol Price Today / ટાંકી ફુલ કરાવતા પહેલા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ નોટ કરી લેજો, જાણો લેટેસ્ટ રેટ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.