ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉદ્ધ ઠાકરે મહારાષ્ટ્રના નવા CM બને તો નવાઈ નહીં
મહારાષ્ટ્ર રાજનીતિના આંતરિક સુત્રો અને રાજકીય વિશ્લેષકોના કહેવા મુજબ ઉદ્ધ ઠાકરે મુખ્યમંત્રી પદે લગભગ નક્કી છે. બસ માત્ર NCP અને કોંગ્રેસ ટેકો આપે તેની જ વાર છે. NCPએ રાખેલી શરત પણ શિવસેનાએ માની NDAથી અલગ થઈ થવાનું નક્કી કરી લીધું. ઉદ્ધવના આદેશ મુજબ કેન્દ્રમાં રહેલાં શિવસેનાના એકમાત્ર મંત્રીએ પણ રાજીનામું આપ્યું.
ADVERTISEMENT
NCP અને કોંગ્રેસનું શું છે મહારાષ્ટ્રમાં ગણિત
કેન્દ્ર અને રાજ્યમાં સત્તાથી દૂર રહેલાં NCP અને કોંગ્રેસના નેતાઓ સરકાર કોઈ પણ બનાવે પણ અમારે સરકારમાં બેસવું છે એના માટે થનગની રહ્યા છે. જો કે કોંગ્રેસ CWCની બેઠકમાં બંધ બારણે ટેકો આપવાનો નિર્ણય આવી ગયો છે. પણ કોંગ્રેસ ઉતાવળ લોકોને ન દેખાય એટલા માટે વેઈટ એન્ડ વોચ દેખાડી રહ્યા છે. જેમાં વિચારધારામાં વિરોધી પાર્ટી સાથે જોડાવાનું કલંકથી દૂર રહેવા મથી રહી છે. NCP શરતો સાથે શિવસેનાના ખોળામાં બેસવા તૈયાર છે કારણ NCPનું તો આમેય કોઈ ભાવ પુછતું ન હતું.
ADVERTISEMENT
કોંગી નેતા સંજય નિરૂપમે કહ્યું આ તો રાજકીય અસ્થિર સરકાર હશે
બધી મડાગાંઠમાં બુદ્ધિજીવી રૂપે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે કહ્યું કે જો શિવસેના સાથે NCP અને અમે અર્થાત્ કોંગ્રેસ સરકાર બનાવશે તો પણ એ અસ્થિર સરકાર હશે. કેટલી ચાલે એ પણ વિચારવા જેવું છે.
ADVERTISEMENT
જો સરકાર બની તો એક જ વર્ષમાં કર્ણાટકવાળી થશે
કર્ણાટકમાં ભાજપ સૌથી મોટી પાર્ટી હતી છતાં સરકાર વિરોધ પક્ષને બનાવવા આપી ને અંતે થોડા સમય સરકાર પડી ભાજપ ફરી સત્તામાં આવ્યું. આજ ગણિત મુજબ મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના અને NCP-કોંગ્રેસને સરકાર બનાવવા આપશે અને એક વર્ષમાં કંઈક ઉથલપાથ કરી ફરી સત્તામાં આવશે. મહારાષ્ટ્રમાં ભાજપ સંઘના માર્ગદર્શનમાં ચાલી રહ્યું છે અને ફડણવી સંઘના નિર્ણયો સ્વીકારવા તૈયાર નથી એટલે 105 સીટે અટકવાનો વારો આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો