ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આજે લખ્યો ઇતિહાસ, ક્યારેક તંત્રી હતા ઉદ્ધવ
શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરે બાદ પાર્ટીની કમાન સંભાળનારા ઉદ્ધવ ઠાકરે માટે આ મોટી જીતની ક્ષણ છે. ઉદ્ધવ બાલા કેશવ ઠાકરેનો જન્મ 27 જુલાઇ 1960ના દિવસે મુંબઇમાં થયો હતો. તેઓને 2003માં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા પહેલાં કદાચ જ કોઇ જાણતું હશે. રાજનીતિમાં આવતા પહેલા ઉદ્ધવ ઠાકરે પાર્ટીના મુખપત્ર 'સામના' નું કામ જોતા હતા. ઉદ્ધવ ઠાકરે પ્રોફેશનલ ફોટોગ્રાફર અને લેખક છે. 40 વર્ષની ઉમર સુધી રાજનીતિમાં પગ ન મૂકનાર ઉદ્ધવ 59 વર્ષે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા.
ADVERTISEMENT
ઉદ્ધવ સાથે 6 મંત્રીઓએ શપથ લીધા
શિવસેનના એકનાથ સિંદે, સુભાષ દેસાઈ, NCPના જયંત પાટિલ અને છગન ભુજબળ ત્યારબાદ કોંગ્રેસમાંથી બાલા સાહેબ થોરાટ અને નિતિન રાઉત આ છ નેતાઓને રાજ્યપાલ ભગતસિંહે મંત્રી પદ શપથ લેવડાવ્યા છે. જોકે આ સાથે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગઠબંધનની ત્રણેય પાર્ટી બે-બે મંત્રીઓએ શપથ લીધા. અર્થાત્ ઉદ્ધવ સહિત 7 નેતાઓએ શપથ લીધા.
ADVERTISEMENT
શિવાજી પાર્કમાં હજારો લોકોની જનમેદની વચ્ચે શપથવિધિ સંપન્ન
મુંબઈના પ્રસિદ્ધ શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરના મુખ્યમંત્રી પદના શપથવિધિનો સમારોહ પૂર્ણ થયો છે. શિવાજી પાર્કને રાજકુમારીની જેમ સજાવવામાં આવ્યો હતો. મહારાજા છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા સાથે સ્ટેજ પર પૂણેના પ્રસિદ્ધ શનિવાર વાડાની પ્રતિકૃતિ લગાવાઈ હતી. શપથવિધિ કાર્યક્રમ એટલો ભવ્ય હતો કે જાણે મહારાજા છત્રપતિ શિવાજી મહારજ રાજ્યાભિષેક હોય.
ADVERTISEMENT
દિગ્ગજ નેતાઓ અને ઉદ્યોગપતિઓ શપથવિધિમાં હાજર રહ્યા
કોંગ્રેસ અને મહારાષ્ટ્રની રાજનીતિના દિગ્ગજ નેતાઓ શપથવિધિના સાક્ષી બન્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, કોંગ્રેસના કપિલ સિબ્બલ, ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે, NCPના સુપ્રીમો શરદ પવાર, અજિત પવાર અને સાંસદ સુપ્રીયા સુલે હાજર રહ્યા હતા. આ સાથે ભારતના સૌથી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને પત્ની નિતા પણ હાજર રહ્યા હતા. જો કે શપથવિધિમાં સોનિયા-રાહુલ અને મનમોહસિંહ સહિત અનેક બિનભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ અપાયું હતું પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો