બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Two youths drowned in Tapi river near Bardoli

કરુણાંતિકા / બારડોલી નજીક તાપી નદીમાં નાહવા પડેલ 2 યુવકો ડૂબ્યા, પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ

Mehul

Last Updated: 08:35 PM, 7 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બારડોલીના વાઘેચા ગામે મંદિર પાસે આવેલી તાપી નદીમાં સુરતના લિંબાયત વિસ્તારના આવેલા પ્રવાસીઓમાંથી બે ડૂબ્યા.એકનો મૃતદેહ શનિ,બીજાનો રવિવારે મળ્યો.તહેવારમાં કરુણાંતિકા

  • બારડોલીના વાઘેચામાં નદીમાં બે ડૂબ્યા 
  • તાપી નદીમાં નહાવા સુરતથી આવ્યા હતા 
  • લિંબાયતનો આઠ વ્યક્તિનો સમૂહ આવ્યો હતો 

બારડોલી તાલુકાના વાઘેચા ગામે આવેલા વાઘેશ્વર મહાદેવ તીર્થ સ્થાને મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે.ત્યારે મંદિર પાસે આવેલી તાપી નદીમાં અવારનવાર પ્રવાસીઓ ન્હાવા માટે જતા હોય છે.ત્યારે અનેકવાર પ્રવાસીઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે.આવો જ એક અકસ્માત સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા એક પરિવાર સાથે થયો હતો.પરિવારના 8 શખ્સો ન્હાવા માટે નદીમાં પડતા પરિવારના બે યુવાનો નદીમાં ડૂબી ગયા હતા. ફાયર વિભાગે તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તે દરમિયાન એક યુવાનનો મૃતદેહ તો શનિવારે  જ મળી આવ્યો હતો.પરંતુ એક યુવાનના મૃતદેહની શોધ-ખોળમાં  આજે મળ્યો હતો

એકનો મૃતદેહ શનિવારે-બીજાનો રવિવારે મળ્યો 

ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા એક યુવાનનો મૃતદેહ શનિવારે  મળી આવ્યો હતો.તથા બીજા યુવાનનો મૃતદેહ આજે મળી આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે આ સ્થાન પર અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહે છે. એક અંદાજ મુજબ  નદીમાં ન્હાવા પડવાને કારણે અત્યાર સુધીમાં 250થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

તાપીનો આ તટ જોખમી;છતાં અવગણના 

વાઘેચા ખાતે આવેલો તાપીનો તટ છીછરો અને પથરાળ છે, મોટી મોટી પથ્થરની શીલાઓ અહિયાં તટ પર છે જેને લઇ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર છે ,પરંતુ આજ આકર્ષણ દુર્ઘટના પણ નોંતરે છે ,તટથી 500 મીટર અંદર ઝરણા જેવો વહેણ છે. જેથી સહેલાણીઓ આકર્ષાય આ ઝરણા નજીક જાય છે અને પાણીમાં નહાવા પડે છે જોકે,આ જગ્યા પર પાણીમાં 10 થી 15 મીટર ઊંડા ખાડાઓ પણ જેથી નહાવા પડેલા લોકો ડૂબી જવાની ઘટના છાશવારે બનતી રહે છે ,પ્રસાશન ધ્વારા આ જગ્યા પર ગ્રીલ મારી જગ્યાને કોર્ડન કરવામાં આવી હતી પરંતુ ચોમાંસામાં આવેલા તાપી નદીમાં ભારે પાણીને કારણે આ ગ્રીલ વહી ગઈ હતી.

પ્રવાસીઓ સુચના  પણ અવગણે છે 

છાશવારે બનતી દુર્ઘટનાઓને લઇ મંદિર સંચાલકો ધ્વારા મંદિરમાંથી તાપી તટ પર જતા તમામ રસ્તાઓ ને બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ સહેલાણીઓ અન્ય રસ્તે થઇ ને પણ તાપીના તટ પર ફરવા પહોચી જાય છે જેને લઇને  મંદિર પરિસર બદનામ થઇ રહ્યું છે ,જોકે મંદિર સંચાલકો ધ્વારા મોટા મોટા બોર્ડ પણ મંદિર પરીસરમાં તેમજ તટ પર જતા રસ્તાઓ પણ લગાવામાં આવ્યા છે પરંતુ સહેલાણીઓ આ સુચના ની અવગણના કરી નદી કિનારે નહાવા જાય છે અને અંતે દુર્ઘટના નો ભોગ બને છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ